કેન્સર સામે ઝઝૂમી રહેલા જુનિયર મહેમૂદને મળવા પહોંચ્યા જીતેન્દ્ર, જિગરી દોસ્તની હાલત જોઇ એક્ટરની આંખો થઇ નમ

કેન્સરથી ઝઝૂમી રહેલા જુનિયર મહેમૂદની હાલત જોઇ રડી પડ્યા જીતેન્દ્ર, પૂરી કરી છેલ્લી ખ્વાહિશ

Jeetendra turns up to honour ailing Junior’s request : એક સમયના ઇન્ડસ્ટ્રીના જાણીતા કલાકાર જુનિયર મહેમૂદ કે જેઓ હાલમાં પેટના કેન્સર સામે ઝઝૂમી રહ્યા છે અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ દરમિયાન તેમણે સુપરસ્ટાર જિતેન્દ્ર અને બાળપણના મિત્ર અભિનેતા સચિન પિલગાંવકરને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે હવે તેમની આ ઈચ્છા પૂરી થઈ ગઈ છે. એક ટ્વિટર યુઝરે જુનિયર મહેમૂદનો જૂનો ફોટો શેર કર્યો અને ઈચ્છા વિશે વાત કરી.

જુનિયર મહેમૂદને મળવા પહોંચ્યા જીતેન્દ્ર

તેણે લખ્યું હતું કે, ‘જૂનિયર મેહમૂદ, જે ભૂતકાળનો સૌથી પ્રિય ચાઇલ્ડ સ્ટાર રહ્યો છે, તેની હોસ્પિટલમાં સ્ટેજ 4 કેન્સરની સારવાર ચાલી રહી છે. તેણે જીતેન્દ્રને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જેમની સાથે તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. તે ઈચ્છે છે કે તેનો બાળપણનો મિત્ર સચિન પિલગાંવકર પણ તેને મળવા આવે. હું જીતેન્દ્રજી અને સચિનજીને વિનંતી કરું છું કે તેઓ તેમની ઈચ્છા પૂરી કરે, કોણ જાણે છે કે આ તેમની અંતિમ ઈચ્છા સાબિત થઈ શકે છે.

એક્ટરની આંખો થઇ નમ

આ ટ્વિટના જવાબમાં સચિન પિલગાંવકરની પુત્રી શ્રેયાએ જણાવ્યું કે તેના પિતા જુનિયર મહેમૂદના સંપર્કમાં છે અને તેમને મળવા પણ આવ્યા છે. આ સાથે જ દિગ્ગજ અભિનેતા જિતેન્દ્રના ફોટા પણ સામે આવ્યા છે. જેમાં તે જુનિયર મહેમૂદને મળતા જોઈ શકાય છે. જીતેન્દ્ર સાથે કોમેડિયન જોની લીવર પણ તસવીરમાં જોઇ શકાય છે. આ ઉપરાંત એક તસવીરમાં જીતેન્દ્ર ભાવુક જોવા મળી રહ્યા છે.

બોલિવૂડમાં કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી

મહેમૂદની હાલત જોઈને તેમની આંખમાંથી આંસુ પણ આવી ગયા હતા. જુનિયર મહેમૂદનું સાચું નામ નઈમ સૈયદ છે. તેમણે બોલિવૂડમાં પોતાની કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. મેહમૂદ એક સમયે ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ હતું. તેઓ તેમના મિત્ર સચિન પિલગાંવકર સાથે પણ ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા હતા. બંનેની જોડી ઘણી સફળ રહી હતી.

Shah Jina