રાખી સાવંતની મમ્મી જયાંનો છેલ્લો વીડિયો આવ્યો સામે, જોઈને તમારું હૃદય પણ રડી જશે

ગઈકાલે બૉલીવુડ સ્ટાર અભિનેત્રી રાખી સાવંતની મમ્મી જયાનું 28 જાન્યુઆરીના રોજ અવસાન થયું હતું. તેઓ લાંબા સમયથી મુંબઈની ટાટા મેમોરિયલ કેન્સર હોસ્પિટલમાં એડમિટ હતા. તમને જણાવી દઈએ કે અભિનેત્રીની મમ્મીને કેન્સર તથા બ્રેન ટ્યૂમર હતું.

રાખી તથા તેના મિત્રોએ જયાના અવસાનની પુષ્ટિ કરી હતી. રાખી અંતિમ સમયે માતા સાથે જ હતી. હોસ્પિટલની બહાર રાખી પોતાની માતાનો પાર્થિવદેહ લઈ જતી જોવા મળી હતી. રાખી માતાના અવસાનથી ઘણી જ દુઃખી હતી.

તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા રાખી પોતાની માતાને મળવા હિજાબ પહેરીને હોસ્પિટલ પહોંચી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તે વીડિયોમાં રાખી અને આદિલ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યાં છે, આ સમયે રાખી બહુ જ ઉદાસ દેખાઈ રહી છે. તે તેની માતાને મળે છે અને તેને કહે છે કે આદિલ તને મળવા આવ્યો છે.

આ પછી, પાછા જતી વખતે, તે મીડિયા સાથે વાત કર્યા વિના કારમાં બેસી ગઈ. આ સિવાય એક અન્ય વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં રાખી કારમાંથી નીચે ઉતરીને હોસ્પિટલ તરફ જાય છે અને મીડિયા તેને ઘેરી લે છે.

તમને જણાવી દઈએ કે અભિનેત્રી રાખીએ થોડા દિવસ પહેલાં જ એક વીડિયો શૅર કર્યો હતો. આ વીડિયોમાં રાખીએ કહ્યું હતું કે મારા મોમની સારવાર માટે મુકેશ અંબાણીએ પણ મદદ કરી હતી. તેણે મુકેશ અંબાણીનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે તેમણે હોસ્પિટલમાં ફી ઓછી કરાવી આપી હતી.

મમ્મીના અવસાનથી ખૂબ જ આઘાત લાગ્યો છે. તેણી ખરાબ રીતે તૂટી ગઈ છે. અભિનેત્રીએ વીડિયો શેર કરતાં કહ્યું છે કે ‘આજે મારી માતાનો હાથ મારા માથા પરથી ઉઠી ગયો છે.. હવે મારી પાસે ગુમાવવા માટે કંઈ બચ્યું નથી. હું તને પ્રેમ કરું છું મા, તારા વિના હું કંઈ નથી, હવે મારી હાકલ કોણ સાંભળશે કે કોણ મને ગળે લગાડશે મા… મા મારે શું કરવું .. મારે ક્યાં જવું…આઈ મિસ યુ મા..’

 

View this post on Instagram

 

A post shared by Rakhi Sawant (@rakhisawant2511)

YC