જયા કિશોરીએ લગ્ન માટે રાખી આ શરત, જાણો વિગત

જયા કિશોરીએ તેમના લગ્ન માટે રાખી આ શરત, જાણો

કથાવાચિકા અને ભજનગાયિકા જયા કિશોરી માત્ર દેશમાં જ નહિ પરંતુ વિદેશોમાં પણ ફેમસ છે. વર્ષ 1996માં જન્મેલી જયા લગભગ 9 વર્ષની ઉંમરથી જ આધ્યાત્મ સાથે જોડાયેલી છે, આમ તો તેનું નામ જયા શર્મા છે. પરંતુ તેમના પ્રશંસકો વચ્ચે જયા કિશોરીના નામથી જાણિતી છે. જયા કિશોરીજી લાઇફ મેનેજમેન્ટ ટિપ્સ અને મોટિવેશનલ સ્પીચ માટે ચર્ચિત છે. તે જીવન સાથે જોડાયેલ અલગ અલગ વિષયો પર સમય-સમય પર સેમિનાર અને વેબિનાર દ્વારા તેમની વાત રાખે છે.

નાની ઉંમરથી જ સાધ્વી જયા કિશોરી ઘણી ચર્ચિત કથાવાયક રહી છે. તેઓ અસલી જીવન ઉપરાંત સોશિયલ મીડિયા પર તેમની ફેન ફોલોઇંગ ઘણી વધુ છે. તે કથાભાગવત સાથે તેના ભજનો માટે પણ ફેમસ છે. સાધ્વી જયા ભક્તિમાં લીન હોવાની સાથે સાથે ગ્રેજયુએટ પણ છે.

જયા કિશોરી ના પ્રશંસક તેમની પર્સનલ લાઇફ વિશે જાણવા ઉત્સુક રહે છે. તેઓ લગ્ન કયારે કરશે, કોણ કોણ મિત્ર છે, પરિવાર સાછે કેવી બોન્ડિંગ છે વગેરે. ઇંટરનેટ પર આવા સવાલોને ઘણા સર્ચ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા પર તેમના લગ્નને લઇને પણ ઘણીવાર સવાલ કરવામાં આવે છે.

જયા કિશોરીએ એક વીડિયોમાં તેના લગ્ન સાથે જોડાયેલી વાત પર ચર્ચા કરી હતી. સંસ્કાર ટીવી દ્વારા શેર કરવામાં આવેલ વીડિયોમાં જયા કિશોરી કહે છે કે, જો તેમના લગ્ન કોલકાતામાં થાય છે તો તે ઉત્તમ હશે. એવામાં તે કયારેક કયારેક તેમના ઘરે આવીને ખાઇ શકે છે. પરંતુ જો તે લગ્ન કરીને કયાંક બીજે જાય છે તો તેમની શરત એ છે કે તેમના માતા-પિતા પણ તે જગ્યા પર શિફ્ટ થશે. તેના માતા-પિતા પણ કયાંક આસપાસ ધર લઇને તેની સાથે રહી શકે છે.

Shah Jina