એક કથા માટે કેટલા રૂપિયા લે છે કથાવાચક જયા કિશોરી ? જાણો લાઇવ ઇન્ટરવ્યુમાં શું આપ્યો જવાબ

”मीठे रस से भरयोरी, राधा रानी लगे, महारानी लागे…, माहने खारो खारो यमुना जी को पानी लागे”… જ્યારે આ ભજન સાંભળીએ ત્યારે વાતાવરણ ભક્તિમય બની જાય છે. કારણ કે જયા કિશોરીના મધુર અવાજમાં જ્યારે આ ભજન લોકોના કાન સુધી પહોંચે ત્યારે બધા તેમના તમામ દુ:ખ ભૂલીને ક્ષણભર માટે સૂરમાં મગ્ન થઈ જાય છે. જયા કિશોરીના અનેક ભજનો ખૂબ જ લોકપ્રિય છે, લોકો સૂકુનના બે પળમાં તેને સાંભળે છે.જયા કિશોરીની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે.

સોશિયલ મીડિયા પર તેમના લાખો ફોલોઅર્સ પણ છે. નાની ઉંમરમાં જ લોકપ્રિય બનેલી જયા કિશોરી દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ પ્રખ્યાત છે. 10 વર્ષની ઉંમરે જયા કિશોરીએ અદ્ભુત સુંદર સંપૂર્ણ સુંદરકાંડ ગાઈને લાખો લોકોના હૃદયમાં એક ખાસ સ્થાન બનાવી લીધું હતું. ત્યારથી તેમની લોકપ્રિયતા સતત વધી રહી છે.

લાઇવ ઇન્ટરવ્યુમાં જ્યારે જયા કિશોરીને પૂછવામાં આવ્યુ કે તે એક કથાનો શું ચાર્જ કરે છે તો તેમણે કહ્યુ કે તે અહીં તો નહિ કહે પણ એટલું જરૂર બધાને કહીશ કે જે પણ બુકિંગ નંબર છે, જે ઓપનલી વેબસાઇટ પર આપવામાં આવેલ છે તમે કોલ કરો, તે તમને પહેલા વાક્યમાં જ જણાવી દેશે. એ કોઇથી છૂપુ નથી…ઓપનલી જે સાચુ છે એ છે. બાકી તો હું મારુ કામ કરી રહી છુ, ટેક્સ પે કરી રહી છુ. જેને જાણવુ જોઇએ ગર્વમેન્ટને બધી જાણકારી છે. બાકી જે કરાવી રહ્યા છે તેમને જાણકારી હોવી જોઇએ.

જયા કિશોરી આગળ કહે છે કે મહેનતની કમાણી બધાને થોડી સમજ આવે છે બધાને લાગે છે કે આમાં મહેનત છે જ શું..બધાને પોતાનું કમાયેલુ મહેનત લાગે છે અને બીજાનું કમાયેલુ ચોરીનું લાગે છે.મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે જયા કિશોરી એક કથા માટે લગભગ 9 થી 10 લાખ રૂપિયા ચાર્જ કરે છે, અને તેઓ ફીનો એક ભાગ નારાયણ સેવા સંસ્થાને દાનમાં આપે છે. આ સંસ્થા વિકલાંગ અને અપંગ લોકો માટે હોસ્પિટલો ચલાવે છે અને ગરીબોની સેવા કરે છે. નારાયણ સેવા સંસ્થાન દ્વારા અનેક ગાય આશ્રયસ્થાનો પણ ચલાવવામાં આવે છે.

Shah Jina