જોધપુરમાં જામ્યો ગુજરાતીઓનો રંગ, રાજકોટના ઉકાણી પરિવારના લગ્નમાં જોવા મળી જાહોજલાલી, અભિભૂત થઇ જશો અંદરની તસવીરો જોતા જ

રાજસ્થાનના જોધપુરમાં આવેલા ઉમેદભવન પેલેસમાં યોજાઈ રહેલા ગુજરાતના રાજકોટના ઉકાણી પરિવારના લગ્ન હાલ ખુબ જ ચર્ચામાં છે, આ વૈભવી લગ્નની અંદર જોવા મળેલી જાહોજલાલી પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. ત્યારે આ લગ્ન સ્થળ પરથી કેટલીક અંદરની તસવીરો પણ સામે આવી છે.

રાજકોટના ઉકાણી પરિવારના દીકરા જય ઉકાણીનો ત્રી દિવસીય લગ્ન ઉત્સવ રાજકોટના ઉમેદભવનમાં યોજાઈ રહ્યો છે. આજ જગ્યા ઉપર બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી પ્રિયંકા ચોપડાના પણ લગ્ન યોજાયા હતા. શનિવારના રોજ બંને સંબંધીઓના પરિવારજનો અને આમંત્રિત મહેમાનો ઉમેદ ભવન પેલેસ ખાતે પહોંચ્યા હતા.

જ્યા તમામ આમંત્રિતો તેમજ મૌલેશ ભાઈ ઉકાણી પરિવાર અને અરવિંદભાઈ પટેલના પરિવારજનોનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ગઇકાલે મહેંદી રસમ તેમજ રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઐશ્વર્યા મજમુદાર સાથે રાસની રમઝટ જામી હતી.

ગઈકાલે 15મી નવેમ્બરે સવારે મંડપ મુહૂર્ત, મહેંદી રસમ બાદ રાત્રિએ બોલિવૂડ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સચિન જિગર સહિતના કલાકારો ધૂમ મચાવતા જોવા મળ્યા હતા. ઉકાણી પરિવારના આ લગ્નની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે.

રાજકોટના ઉદ્યોગપતિએ પુત્રના લગ્ન માટે ચાર કિલો સુધીના વજનની કંકોત્રી બનાવી જેની ખૂબ ચર્ચાઓ થઇ રહી છે. આ કંકોત્રીનું વજન 4 કિલો અને 280 ગ્રામ હતું. એક કંકોત્રી બનાવવા પાછળ રૂપિયા 7000નો ખર્ચ પણ કરવામાં આવ્યો છે. કંકોત્રીમાં 7 પાનામાં ત્રણ દિવસના લગ્નના કાર્યક્રમોની વણઝાર દર્શાવવામાં આવી હતી. તેમજ આમંત્રિતો માટે કંકોત્રીની સાથોસાથ કાજુ, બદામ, કિસમિસ અને ચોકલેટ પણ રાખવામાં આવ્યા હતા.

રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ મૌલેશભાઈ પટેલ અને સોનલબેન પટેલના પુત્ર જયના લગ્ન મોરબીની જાણીતી એવી આજવીટો ટાઈલ્સના માલિક અરવિંદભાઈ પટેલ અને શીતલબેન પટેલની પુત્રી હેમાંશી સાથે યોજાઈ રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયાથી લઈને સ્થાનિકોમાં પણ આ લગ્નનો ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Niraj Patel