હજુ તો એક મહિના પહેલા જ પત્નીનું થયું હતું સીમંત અને સરહદ પર ફરજ બજાવવા ગયા મહિપાલસિંહ, બાળકનું મોઢું જોયા વિના જ વહોરી લીધી શહીદી

Mahipalsinh Vala Martyr : ભારતના વીર જવાનો દેશની રક્ષા કરવા માટે સરહદ પર ખડા પગે ઉભા રહે છે અને ઘણીવાર દુશ્મનો સાથે બાથભીડતા તેઓ શહીદ પણ થતા હોય છે. જેની ખબર આવતા જ પરિવાર સાથે સમગ્ર દેશમાં માતમ છવાઈ જાય છે. હાલ જમ્મુ કાશ્મીરના કુલગામમાં શુક્રવારના રોજ સેનાએ અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં પણ ત્રણ જવાનો શહીદ થયા હતા. ત્યારે તેમાં મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મોજીદડ ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે રહેતા મહિપાલસિંહ પ્રવિણસિંહ વાળા પણ સામેલ હતા.

આવનારા બાળકનું મોઢું પણ ના જોઈ શક્યા :

ખુબ જ નાની ઉંમરમાં મહિપાલસિંહનમા શહીદ થવાના સમાચારથી આખું મોજીદડ ગામ કંપી ઉઠ્યું હતું અને તેમના પરિવારમાં પણ માતમ છવાયો હતો, પરિવારના સભ્યોની આંખોમાંથી આંસુઓ અટકવાનું નામ નહોતા લઇ રહ્યા. સૌથી દુઃખની વાત તો એ હતી કે મહિપાલસિંહના પત્નીનું ગયા મહિને જ સીમંત થયું હતું અને તે ટૂંક સમયમાં એક બાળકને પણ જન્મ આપવાનીઓ હતી, પરંતુ પોતાના આવનારા બાળકનું મોઢું પણ તે ના જોઈ શક્યા.

ગયા મહિને જ થયું હતું સીમંત :

મહિપાલસિંહ પત્નીના સીમંત પ્રસંગે રજા લઈને ઘરે પણ આવ્યા હતા, પ્રસંગ પતાવીને તે ખુશી ખુશી પોતાની ફરજ પર પાછા વળ્યાં હતા, પરંતુ આતંકવાદીઓ સાથે સામી છાતીએ લડવા જતા તેમને શહીદી વહોરી લીધી. ત્યારે જ્યારે શહીદ મહિપાલસિંહના પાર્થિવ દેહને તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો ત્યારે હજારોની સંખ્યામાં માનવ મહેરામણ પણ તેમને અંતિમ વિદાય આપવા માટે આવી પહોંચ્યું હતું અને વિરાટનગરમાં તેમનો પાર્થિવ દેહ આવતા જ ભારત માતા કી જય અને વીર જવાન અમર રહોના નારા પણ લાગ્યા હતા.

હજારો લોકોએ આપી શ્રધાંજલિ :

શહીદના નિવાસસ્થાને તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે પણ રાખવામાં આવ્યો હતો. હજારોની સંખ્યામાં લોકોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ તેમે શ્રધાંજલિ પાઠવી હતી. તેમની અંતિમ યાત્રા દરમિયાન હજારો લોકોની આંખોમાં આંસુઓ આવી ગયા હતા. પરિવારના પણ રડી રડીને બુરા હાલ હતા. તેમની ગર્ભવતી પત્ની માથે પણ દુઃખોનું આભ તૂટી પડ્યું હતું અને તેમને પણ ભીની આંખે શહીદને અંતિમ વિદાય આપી.

Niraj Patel