મશહૂર હેર ડ્રેસર જાવેદ હબીબ મહિલાના થુંક લગાવીને વાળ કાપ્યા? વીડિયો થયો વાયરલ

પ્રખ્યાત હેરસ્ટાઈલિસ્ટ જાવેદ હબીબનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે એક મહિલાના વાળ કાપતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો વાયરલ થવાનું કારણ જાવેદ હબીબનું વાળ કાપતી વખતે કરવામાં આવેલ વિચિત્ર વર્તન છે. મહિલાએ આરોપ લગાવ્યો છે કે જાવેદ હબીબે થૂંકીને તેના વાળ કાપી નાખ્યા હતા. તે અટકતો નથી અને કહે છે કે આ થૂંકમાં જીવન છે. આ પછી જાવેદ હબીબની સોશિયલ મીડિયા પર જોરદાર ટીકા થઈ રહી છે. આ વીડિયો વાયરલ થયા બાદ મહિલાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. જો કે જાવેદ હબીબની બાજુથી હજુ સુધી કોઇ પ્રતિક્રિયા જાહેર કરવામાં આવી નથી.

દેશના સૌથી લોકપ્રિય હેરસ્ટાઈલિસ્ટમાંના એક જાવેદ હબીબ મહિલાના માથા પર થૂંકતા હોવાનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યા બાદ વિવાદમાં ફસાઈ ગયો છે. એક ટ્રેનિંગ ક્લાસ દરમિયાન હબીબ એક મહિલાના માથા પર બધાની સામે થૂંકતો જોવા મળે છે. તે મજાકમાં કહેતા પણ સાંભળી શકાય છે કે તેના થૂંકમાં શક્તિ છે. જો કે, આ વીડિયો કઇ તારીખનો છે તેની પુષ્ટિ કરવામાં આવી નથી.

વીડિયોમાં એક મહિલા સ્ટેજ પર સલૂનની ​​ખુરશી પર બેઠેલી જોવા મળી રહી છે. ટ્રેનિંગ સેમિનારમાં ઉપસ્થિત લોકોને ટિપ્સ આપતા જાવેદ હબીબે આકસ્મિક રીતે મહિલાના માથાના વાળ પર થૂંક્યું અને કહ્યું, ‘પાણીની અછત છે તો.. આ થૂંકમાં પણ જીવ છે’. તેમ છતાં હાજર લોકો તાળીઓ પાડતા અને હસતા જોવા મળે છે, પરંતુ કેટલાક લોકોએ આ જોઈને મોં પણ બનાવી લીધું હતું. વીડિયો વાયરલ થયા પછી, વીડિયોમાંની મહિલા અપમાનજનક અનુભવ શેર કરવા માટે આગળ આવી.

એક વીડિયોમાં તેણે કહ્યું, ‘જો તેઓ જાહેરમાં તેમના માથા પર થૂંકતા હોય, તો ખબર નથી કે તેઓ બીજા શેનો શેનો ઉપયોગ કરી રહ્યાં છે. વીડિયોમાં મહિલા એમ પણ કહે છે કે ગલીના ખૂણે વાળ કપાવીશ, પરંતુ જાવેદ હબીબ પાસે ક્યારેય વાળ કપાવીશ નહિ. આ ઘટનાથી સોશિયલ મીડિયા યુઝર્સ ચોંકી ગયા હતા અને ઘણા લોકોએ બહિષ્કારની માંગ કરી છે. આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ જોયો છે.

Shah Jina