ઇન્ડિયન આઇડલ 12ને લઇને હવે સિંગર જાવેદ અલીએ ખોલી પોલ, કહ્યુ- અહીં પર એક કંટેસ્ટેંટ તો એટલા માટે જીત્યો કારણકે..

ટીવીનો સિગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ 12 તેના કંટેટથી વધારે વિવાદોને લઇને ચર્ચામાં છે. કિશોર કુમારના દીકરા અમિત કુમારે શો વિશે કહ્યુ  હતુ કે તેમને કંટેસ્ટંટની પ્રશંસા કરવા માટે કહેવામાં આવ્યુ હતુ. આ મામલો વધુ ગરમાતો થઇ ગયો અને અત્યાર સુધી કેટલાક ગાયકો અને સંગીતકારો તેમજ સંગીત સાથે જોડાયેલ અન્ય લોકોના વિચાર આ પર સામે આવી ચૂક્યા છે.

અવાર નવાર આ શોને લઇને ખુલાસા થતા રહે છે, જેને કારણે મેકર્સ અને જજોને સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો સામનો કરવો પડે છે. હવે તો સિંગર જાવેદ અલીએ પણ શોને લઇને ખુલાસો કર્યો છે.

જાવેદ અલીએ હાલમાં જ થોડા સમય પહેલા આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, લોકોને શોમાં પરફોર્મન્સ નહિ પરંતુ લોકોની પર્સનલ લાઇફ વિશે જાણવામાં વધારે ઉત્સુકતા હોય છે. એકવાર એક કંટેસ્ટન્ટ એટલા માટે જીત્યો હતો કારણ કે તે તેની વાતોથી પ્રભાવ કર શકતો હતો.

જાવેદ અલી આગળ કહે છે કે, તમને જણાવી દઉ કે લોકો મનોરંજન અને મસાલો ઇચ્છે છે. તે પર્સનલ લાઇફ વિશે જાણવા ઉત્સુક રહે છે. હાલમાં જ મેં એક શોમાં ભાગ લીધો અને મેં મારી શરૂઆતી મુશ્કેલીઓ વિશે વાત કરી.

બીજી બાજુ જોઇએ તો હું તમને જણાવવા માંગુ છુ કે મેં કેટલાક સમય પહેલા એક શો જજ કર્યો હતો. દુર્ભાગ્યથી એક કંટેસ્ટંટ માત્ર મ્યુઝિક રિયાલિટી શો જીત્યો કારણ કે તે તેની વાતોથી પ્રભાવ પેદા કરી શકતો હતો. તો પણ કહીશ કે આ એક વ્યક્તિની પોતાની રાય છે કે તેને કોને વોટ આપવો જોઇએ.

અમિત કુમાર અને ઇન્ડિયન આઇડલના વિવાદ પર જાવેદ અલીએ કહ્યુ કે, જયારે મેં તે સાંભળ્યુ થોડો હેરાન રહી ગયો કારણ કે મારી સાથે તો આવું થયુ ન હતુ, મેં હંમેશા ઇમાનદારીથી પોતાના વિચાર રાખ્યા, મને કહેવામાં આવ્યુ હતુ કે તેને નકલી ન બનાઓ કારણ કે લોકોને ખબર પડી જ જાય છે કે તમે ઇમાનદાર છો કે નહિ.

ઇન્ડિયન આઇડલ 12ની ટ્રોફીની જીત વિશે જયારે તેમને પૂછવામાં આવ્યુ તે તેમણે કહ્યુ કે, એક નામ લેવું મુશ્કેલ છે પરંતુ મારી લિસ્ટમાં પવનદીપ રાજન, અરુણિતા કંજીલાલ અને મોહમ્મદ દાનીશ સામેલ છે.

Shah Jina