કાતિલ ઠંડીને લીધે 10 મિનિટમાં ફૂલ જેવી બાળકીનો જીવ લીધો, સ્કૂલના જ સ્વેટર પહેરવા માટે મજબૂર કરો તે યોગ્ય નહીં, જાણો માતાએ શું શું કહ્યું

દેશભરમાં હાલ ઠંડીનો જબરદસ્ત ચમકારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ એવી ઠંડી પડી રહી છે કે ઘરની બહાર નીકળવાનું પણ મન ના થાય. ત્યારે આ ઠંડીના કારણે ઘણા લોકો મુશ્કેલીઓમાં પણ મુકાતા હોય છે, ત્યારે આવી કાતિલ ઠંડીના કારણે રાજકોટમાં બાળકીને પોતાનો જીવ જ ગુમાવવો પડ્યો. બાળકીને ચાલુ ક્લાસમાં જ હાર્ટ એટેક આવ્યો અને તેને દમ તોડી દીધો, જેના બાદ પરિવારમાં પણ માતામ છવાયો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલ રોડ પર આવેલી એ.વી. જસાણી સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી 17 વર્ષીય રિયા સોનીને અભ્યાસ કરતા સમયે જ ચાલુ ક્લાસમાં ધ્રુજારી આવી હતી અને તે બેભાન થઈને નીચે પડી ગઈ હતી, જેના બાદ સ્કૂલ સંચાલકો દ્વારા તેને તાત્કાલિક સ્કૂલવેનમાં જ દોશી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં તબીબો દ્વારા રિયાને મૃત જાહેર કરવામાં આવી હતી.

સગીરાના મોતના સમાચાર મળતા જ પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.ઘટના નાગે જાણ થતા જ પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી અને રિયાના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટરમોર્ટમ માટે ખસેડીને આગળની કાર્યવાહી પણ હાથ ઘરી હતી. રિયાની માતાએ જણાવ્યું કે, “આજે મેં મારી ફૂલ જેવી દીકરીને ખોઈ નાખી છે. મારી દીકરીને હૃદયની જ નહીં પરંતુ કોઈપણ જાતનો એને રૂંવાડે પણ રોગ નહતો. ઠંડીમાં તેને બ્લડ એને જામી ગયું એના હૃદયમાં એને લીધે એની બધી નળીઓ બંધ થઈ ગઈ. જેમાં મારી દીકરી 10 જ મિનિટમાં જતી રહી મને છોડીને !”

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રાજકોટની AV જસાણી સ્કૂલમાં બે દિવસ પહેલાં સવારનાં સમયે ચાલુ શાળામાં ધોરણ 8ની 17 વર્ષની દીકરી રિયા કિરણકુમાર સાગર સોની સવારે 7:23 કલાકે અચાનક બેભાન થઇ ગઇ પછી દીકરીને સ્કૂલની વાનમાં જ રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબે વિદ્યાર્થિનીને મૃત જાહેર કરી હતી. ત્યારબાદ રાજકોટમાં માલવીયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો.

તો બીજી બાજુ દીકરીનાં પરિવારને પણ જાણ કરવામાં આવી હતી. જોકે, હોસ્પિટલમાં વ્હાલસોયી દીકરીનો મૃતદેહ જોઇને પરિવારનાં પગ નીચેથી જમીન જતી રહી હોય તેવા હાલત થયા હતા. આ ઉપરાંત રિયાની માતાએ સ્કૂલના સમયમાં પણ ફેરફાર કરવા અને આવી ઠંડીમાં સવારની શાળા ના રાખવા તેમજ સ્કૂલમાં સ્કૂલના સ્વેટરના બદલે જાડા જેકેટ બાળકોને પહેરવા દેવા પણ વિનંતી કરી હતી.

તેમને એમ પણ જણાવ્યું કે સ્કૂલના સ્વેટર આ ઠંડી ના ઝીલી શકે. રિયાના પિતા સોની કામ કરીને ગુજરાન ચલાવે છે. આ પરિવાર 10 વર્ષથી યુગાન્ડા રહેતો હતો પરંતુ કોરોના બાદ તે રાજકોટમાં સ્થાયી થયા. રીયાના માતાએ કહ્યું હતું કે, આવી કડડતી ઠંડીમાં બાળકોને આવવું પડે તે યોગ્ય નહીં અને બની શકે તો સ્કૂલનો ટાઈમિંગ થોડોક લેટ રાખો ને સ્કૂલના જ સ્વેટર પહેરવા માટે મજબૂર કરો તે યોગ્ય નહીં અને સ્કૂલના સ્વેટર ઠંડી ઝીલી શકે તેવા નથી. વધુમાં તેઓએ જણાવ્યું કે, મે મારી ફૂલ જેવી દીકરી ખોઇ દીધી છે, રીયા એકદમ તંદુરસ્ત હતી, કોઇ પણ બીમારી ન હતી અને ઠંડીને કારણે બ્લડ જામી ગયું તેમાં હદય બંધ થઇ ગયું.

YC