જો ભગવાન કૃષ્ણની કૃપા મેળવવી હોય તો જન્માષ્ટમી પર જરૂર કરો આ 10 કામ

બદલી જશે તમારૂ નશીબ, આ રીતે કરો કાનૂડાની પૂજા

ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી અથવા જન્માષ્ટમી તરીકે ઓળખાય છે. દર વર્ષે જન્માષ્ટમી પર સમગ્ર દેશમાં મોટા મોટા કાર્યક્રમો કરવામાં આવે છે. આ દિવસે જન્માષ્ટમી માત્ર ભારતના તમામ ભાગોમાં જ નહીં, પણ વિદેશોમાં પણ ઉજવવામાં આવે છે. દરેક જગ્યાએ લોકો ઉત્સાહ સાથે આ તહેવાર ઉજવે છે. તેઓ ભગવાન માટે પ્રેમથી વાનગીઓ તૈયાર કરે છે અને રાત્રે 12 વાગ્યે શ્રી કૃષ્ણની પૂજા કરીને આ તહેવાર ઉજવે છે.

આ વખતે જન્માષ્ટમીનો આ પવિત્ર તહેવાર 30 ઓગસ્ટના રોજ આવી રહ્યો છે. એવું કહેવાય છે કે ભગવાન માત્ર ભાવના ભૂખ્યા છે. તેથી, જો તમે જન્માષ્ટમીના દિવસે પ્રેમથી ભગવાનની પૂજા કરો છો, તો તે ખૂબ જ પ્રસન્ન થાય છે અને હંમેશા તેમના ભક્ત પર તેમના આશીર્વાદ રાખે છે. તેમ જ, તેમના તમામ દુ:ખ દૂર કરે છે. જો તમે પણ આ જન્માષ્ટમી પર ભગવાનને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માંગો છો, તો પૂજા દરમિયાન કેટલીક બાબતોનું ધ્યાન રાખો.

1. જન્માષ્ટમી પર રાત્રે 12 વાગ્યે નારવાળી કાકડીથી શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપનો જન્મ કરાવો. નાર વાળી કાકડીને માતા દેવકીના ગર્ભનું પ્રતિક માનવામાં આવે છે.

2. શ્રી કૃષ્ણના જન્મ બાદ શંખમાં દૂધ નાખીને તેનો અભિષેક કરો. આનાથી ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે. જો તમે ઈચ્છો તો દૂધ, દહીં, ઘી, મધ અને ગંગાજળ આ પાંચ વસ્તુઓનો અભિષેક પણ કરી શકો છો.

3. અભિષેક પછી, નાના કન્હૈયાને સુંદર વસ્ત્રો પહેરાવો, મુગટ પહેરાવો અને તેને સુસજ્જ ઝૂલામાં બેસાડો.

4. કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ધાર્મિક સ્થળની મુલાકાત લઈને ફળો અને અનાજનું દાન કરો.

5. નાના કાન્હા માટે વાંસળી અને મોરના પીંછા લાવીને રાખો. પૂજા દરમિયાન તેને ભગવાનને અર્પણ કરો.

6. જન્માષ્ટમીના દિવસે, નાના કાન્હાને માખણ અને મિશ્રીનો ભોગ જરૂર લગાવો. આ સાથે કાન્હાની પૂજામાં તુલસીનો ઉપયોગ કરો.

7. એકથી પાંચ વર્ષની વયના કોઈપણ બાળકને તમારી આંગળીથી માખણ અને મિશ્રી ચટાવો. આનાથી તમને પણ લાગશે કે તમે કન્હૈયાને ભોગ લગાવી રહ્યા છો.

8. આ દિવસે ગાય-વાછરડાની મૂર્તિ ઘરે લાવો અને તેને પૂજા સ્થળ પર રાખીને તેની પૂજા કરો.

9. ઘરની આસપાસ જો ક્યાંય ગાય હોય તો તેની સેવા કરો. તેને ઘાસચારો ખવડાવો અથવા રોટલી બનાવીને ખવડાવો અને આશીર્વાદ લો. શ્રી કૃષ્ણ ગૌપાલક હતા, તેથી તેઓ ગાયની પૂજા કરનારાઓથી ખૂબ પ્રસન્ન થાય છે.

10. ભગવાનને પીળા ચંદન લગાવો. પીળા વસ્ત્રો પહેરાવો અને હરસીંગર, પારિજાત અથવા શેફાલીના ફૂલ અર્પણ કરો.

Patel Meet