‘છેલ્લો દિવસ’,’નાડી દોષ’ અને ‘વશ’ ફેમ અભિનેત્રી જાનકી લંડનમાં એન્જોય કરી રહી છે વેકેશન? સ્ટાઇલમાં આપી રહી છે બૉલીવુડ અભિનેત્રીઓને પણ ટક્કર

ગુજરાતી ફિલ્મની આ મશહૂર અભિનેત્રી ભરપૂર એન્જોય કરી રહી છે વેકેશન, તસવીરો જોઇ લુક અને ખૂબસુરતી પર થઇ જશો ફિદા

ગુજરાતી સુપરનેચરલ હોરર થ્રિલર ફિલ્મ ‘વશ’ કે જેને પ્રેક્ષકો તરફથી ખુબ જ હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો અને બોક્સ ઓફિસ પર પણ હિટ સાબિત થઇ હતી, ત્યારે આ ફિલ્મની અભિનેત્રી જાનકી બોડીવાલા વેકેશન પર છે અને તે આ દરમિયાન તેની અનેક તસવીરો અને વીડિયો શેર કરી તેના ચાહકોને અપડેટ આપી રહી છે. આ તસવીરોમાં જાનકી ખૂબ જ સુંદર લાગી રહી છે અને તેની સુંદરતા પણ જોતા જ બની રહી છે.

જાનકી બોડીવાલાએ શેર કરી વેકેશન એન્જોય કરતી અનેક તસવીરો
એક તસવીરમાં જાનકી સેલ્ફી લેતી જોવા મળી રહી છે અને આ દરમિયાન તેણે વાળ ખુલ્લા રાખ્યા છે અને વ્હાઇટ લુકમાં દેખાઇ રહી છે. બીજી તસવીરમાં જાનકી બ્લુ સ્કર્ટ અને વ્હાઇટ ટોપમાં મસ્ત પોઝ આપતી જોવા મળી રહી છે. આ સિવાય તેણે ઘણી તસવીરો શેર કરી છે, જેમાં તે મિરર સેલ્ફી લેતી જોવા મળે છે. જોકે, જાનકી આ વેકેશન એકલા એન્જોય નથી કરી રહી, પરંતુ તેની સાથે તેના મિત્રો પણ છે. જાનકી લંડનમાં ભરપૂર તેનું વેકેશન એન્જોય કરી રહી છે.

બધી જ તસવીરોમાં જોવા મળી સુંદરતા
જણાવી દઇએ કે, જાનકી છેલ્લે ફિલ્મ વશમાં જોવા મળી હતી, આ ફિલ્મમાં જાનકી બોડીવાલા સહિત હિતુ કનોડિયા, નિલમ પાંચાલ, હિતેન કુમાર અને આર્યન સંઘવી પણ મુખ્ય ભૂમિકામાં હતા. ત્યારે આ પહેલા તે છેલ્લો દિવસ ફેમ અભિનેતા યશ સોની સાથે નાડીદોષમાં જોવા મળી હતી. આ ફિલ્મ પણ હિટ રહી હતી અને દર્શકોએ તેને પસંદ કરી હતી.

લુકથી આપી રહી છે બોલિવુડ એક્ટ્રેસને પણ ટક્કર
થોડા દિવસ પહેલા જ એવી ખબર હતી કે જાનકી બોલિવુડ અભિનેતા અજય દેવગણ સાથે જોવા મળવાની છે. આજકાલ બોલિવુડમાં રિમેક બનાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને હોલિવુડ તેમજ સાઉથની ફિલ્મોની હિન્દી રિમેક તો બનતી આપણે જોઇએ છીએ પણ હવે ગુજરાતી ફિલ્મ પરથી પણ હિન્દી ફિલ્મનું નિર્માણ થઈ રહ્યું છે અને આ ગુજરાતી ફિલ્મ છે ‘વશ’ કે જેની હિન્દી રિમેક બનવા જઈ રહી છે.

છેલ્લે જોવા મળી હતી ફિલ્મ ‘વશ’માં
થોડા સમય પહેલા જ આ સમાચાર આવ્યા હતા, ત્યારે આઇએમ ગુજરાતના રીપોર્ટ અનુસાર, આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે. હિન્દી રિમેક ‘વશ’ની ટીમે લંડનમાં શૂટિંગ પૂરું કર્યું છે અને તે પછી ટીમ ભારત પાછી આવી. ત્યારે ગુજરાતી ફિલ્મ ‘વશ’ની હિન્દી રિમેક બનશે એ જાહેરાત બાદના થોડા મહિનાઓ પછી લંડનમાં તેનું શૂટિંગ શિડ્યુલ પણ પૂરું થયું હોવાની વાત સામે આવતા આને એક મહત્વનો માઈલસ્ટોન ગણી શકાય.

ગુજરાતી ફિલ્મ ‘વશ’ની હિન્દી રિમેક બનશે, જાનકી જોવા મળશે અજય દેવગણ સાથે
ત્યારે હવે ગુજરાતી ફેન્સ આતુરતાથી આ ફિલ્મનું સમગ્ર શૂટિંગ ક્યારે પૂરું થાય અને ક્યારે તે મોટા પડદા પર રીલિઝ થાય તેની રાહ જોઈ રહ્યા છે. હિન્દી ફિલ્મ ‘વશ’ દ્વારા ગુજરાતી એક્ટ્રેસ જાનકી બોડીવાલા બોલિવુડમાં ડેબ્યૂ કરશે અને તે અજય દેવગણ, આર. માધવન, જ્યોતિકા જેવા કલાકારો સાથે જોવા મળશે. લંડન સિવાય મસૂરી અને મુંબઈમાં પણ આ ફિલ્મનું શૂટિંગ થવાનું છે.

 

View this post on Instagram

 

A post shared by Jb (@jankibodiwala)

Shah Jina