ટ્રેડિશનલ લુકમાં તિરુપતિ મંદિર પહોંચી જાહ્નવી કપૂર, પિંક સાડીમાં જોવા મળ્યો ખૂબસુરત અંદાજ

બોલિવૂડ સેલેબ્સના ઘણા બાળકો અત્યાર સુધી ઈન્ડસ્ટ્રીમાં આવી ચૂક્યા છે. જેમાં સારા અલી ખાન, અનન્યા પાંડે અને જાહ્નવી કપૂર સામેલ છે. સારા અને જાહ્નવી કપૂર વચ્ચેની મિત્રતા સોશિયલ મીડિયા પર અવારનવાર જોવા મળે છે. બંને ઘણી વખત સાથે ટ્રિપ પર પણ જાય છે અને વર્કઆઉટ કરવાનું પણ પસંદ કરે છે. ત્યાં, સારા અને જાહ્નવીનો લુક પણ હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ જાહ્નવી કપૂરની તસવીર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે, જેમાં જાહ્નવીનો ટ્રેડિશનલ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

બોલિવૂડ સુપરસ્ટાર અને દિવંગત અભિનેત્રી શ્રીદેવીની મોટી પુત્રી જાહ્નવી કપૂરે ગત રવિવારના રોજ તિરુમાલાના એક પહાડી મંદિરમાં પૂજા કરી હતી. જાહ્નવી એ VIP લોકોમાં સામેલ હતી જેમણે ‘દર્શન’નો લાભ લીધો હતો. જાહ્નવી સાડી અને જ્વેલરીમાં સજ્જ હતી જે પરંપરાગત રીતે દક્ષિણ ભારતીય છોકરીઓ દ્વારા પહેરવામાં આવતી હોય છે, તેનો ચહેકો માસ્કથી ઢંકાયેલો હતો અને તેની આંખો ઘણી જ આકર્ષિત કરી દેનારી હતી.

જાહ્નવી એક મિત્ર સાથે અહીં આવી હતી. બાદમાં તેમણે રંગનાયકુલુ મંડપમાં પૂજારીઓ પાસેથી ‘પ્રસાદ’ અને આશીર્વાદ મેળવ્યા. ખાસ કરીને નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરતા પહેલા સ્ટાર્સ ઘણીવાર મંદિરોની મુલાકાત લે છે. કોઈપણ રીતે, જાહ્નવીનું તિરુમાલા મંદિર સાથે વિશેષ જોડાણ છે. તે અવારનવાર અહીં મુલાકાત લેવા આવે છે.

તમને જણાવી દઈએ કે જાહ્નવીની માતા શ્રીદેવી સાઉથની હતી, તેથી તેણે પોતાના બાળકોને અહીંની સંસ્કૃતિ સાથે પરિચય કરાવ્યો. વર્કફ્રન્ટની વાત કરીએ તો જાહ્નવી આવનારા સમયમાં ઘણા પ્રોજેક્ટ્સમાં જોવા મળવાની છે. જેમાં તખ્ત અને દોસ્તાના 2 મહત્વના છે. તખ્તમાં તે મલ્ટી સ્ટાર કાસ્ટ સાથે જોવા મળશે.

જાહ્નવીએ ગુલાબી સાડી સાથે ગોલ્ડન રંગનું બ્લાઉઝ પહેર્યું હતું. આ પહેલીવાર નથી જ્યારે જાહ્નવી કપૂરે તેના ટ્રેડિશનલ લુકથી તબાહી મચાવી હોય. આ પહેલા પણ ઘણી વખત જાહ્નવી પોતાના ટ્રેડિશનલ લુકથી ફેન્સને ચોંકાવી ચૂકી છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો થોડા સમય પહેલા જ જાહ્નવીએ ફિલ્મ મિલીનું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મને બોની કપૂર પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ સિવાય જાહ્નવીની આગામી ફિલ્મોમાં ગુડ લક જેરી, મિસ્ટર એન્ડ મિસિસ માહી અને દોસ્તાના 2 તેમજ તખ્તનો સમાવેશ થાય છે. જાહ્નવીએ અભિનેતા ઈશાન ખટ્ટર સાથે ફિલ્મ ધડકથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Tirupati YaaYo (@tirupatiyaayo)

Shah Jina