મિત્રો સાથે આઉટિંગ પર નીકળેલી જાહ્નવી કપૂરના મોબાઇલમાં કંઇક એવું કેદ થયુ કે… જોઇને તમે પણ ઇમોશનલ થઇ જશો

જાહ્નવીના આ હોટ ડ્રેસમાં એવી જગ્યાએ જોવા મળ્યો કટ કે લોકોની અટકી ગઇ નજર, ઘુરી ઘૂરીને જોવા લાગ્યા

બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. જાહ્નવી કપૂરને કેટલી મુસાફરી કરવી ગમે છે ? તે તો તેના બધા ચાહકોને ખબર જ હશે. તે સારા અલી ખાન સાથે કેદારનાથની મુલાકાતે થોડા સમય પહેલા ગઇ હતી અને પછી બહેન ખુશી કપૂર સાથે દુબઈ ગઇ હતી. હવે પિતા બોની કપૂરની ફિલ્મ ‘મિલી’નું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ જાહ્નવી ફરી એકવાર મિત્રો સાથે મોડી રાતની મસ્તી કરતી જોવા મળી હતી. પરંતુ આ દરમિયાન તેણે કંઈક એવું કર્યું કે જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર લોકોના ટ્રોલમાં આવી ગઈ.

આ દરમિયાન જાહ્નવીની એક બીજીવાત પેપરાજીની તસવીરોમાં નોટિસ થઇ હતી, જે ખૂબ જ સારી હતી. બાળકો ભલે ગમે તેટલા મોટા થાય, પરંતુ તેઓ હંમેશા તેમની માતાને પ્રેમ કરે છે અને હંમેશા માતાની જરૂર હોય છે. બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર તેની માતા શ્રીદેવીની ખૂબ જ નજીક હતી. માતાના આકસ્મિક અવસાન પછી પણ જાહ્નવી તેને યાદ કરે છે. શ્રીદેવી હંમેશા જાહ્નવી કપૂરના દિલની નજીક છે. એટલું જ નહીં, તે તેની તસવીર પણ પોતાની સાથે રાખે છે.

જાહ્નવી કપૂરે તેની માતાને પોતાની સાથે રાખવાનો એક અલગ જ રસ્તો અપનાવ્યો છે. જાહ્નવીએ પોતાના ફોનના વૉલપેપર પર માતા શ્રીદેવીની સુંદર તસવીર મૂકી છે. આ તસવીર જાહ્નવીના બાળપણની છે. આમાં જાહ્નવી શ્રીદેવીના ખોળામાં બેઠી છે. માતા અને પુત્રી બંને કેમેરા માટે પોઝ આપી રહ્યાં છે. જાહ્નવી શુક્રવારે સાંજે તેના મિત્રો સાથે ડિનર માટે બહાર ગઈ હતી. ત્યારે તેના ફોનનું વોલપેપર પેપરાજીના કેમેરામાં કેદ થઈ ગયું હતું. આ વોલપેપરથી સ્પષ્ટ થાય છે કે જાહ્નવી આજે પણ તેની માતાને યાદ કરે છે.

જાહ્નવી કપૂર શુક્રવારે રાત્રે તેના મિત્રો સાથે બહાર ગઈ હતી. પ્રખ્યાત સેલિબ્રિટી પેપરાજી વિરલ ભયાણીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં જાહ્નવી કપૂર તેની કાર તરફ આગળ વધીને તેના મિત્રોને આવવાનું કહે છે. આ સાથે તે પોતાનુ માસ્ક પણ માંગે છે. બ્લેક શોર્ટ ડ્રેસ અને હાઈ હીલ્સમાં જાહ્નવીને જોઈને પેપરાજી તેને ફોટો ક્લિક કરવાનું કહે છે, ત્યારે જ તેણે કારમાં બેસીને જવાબ આપ્યો, ‘માફ કરજો હવે મોડું થઈ ગયું.’

લોકોને જાહ્નવીનો આ જવાબ પસંદ ન આવ્યો. લોકો સોશિયલ મીડિયા પર કહી રહ્યા છે કે જાહ્નવીમાં એટિટયૂડ આવી ગયો છે. ઘણા યુઝર્સ તેને આ વાત પર ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે તો તેને એવું કહી દીધુ કે તે નીચે પેન્ટ પહેરવાનું ભૂલી ગઇ છે.

જણાવી દઇએ કે, તાજેતરમાં જ જાહ્નવી કપૂરની નવી ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ની જાહેરાત કરવામાં આવી છે. આમાં તે રાજકુમાર રાવ સાથે જોવા મળશે. આ ફિલ્મ 7 ઓક્ટોબર, 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ સિવાય જાહ્નવી કપૂર પાસે ‘ગુડ લક જેરી’, ‘બોમ્બે ગર્લ’ અને ‘દોસ્તાના 2’ જેવી ફિલ્મો છે, જે થિયેટરોમાં એક પછી એક રિલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina