જાહ્નવી કપૂર એરપોર્ટ પર એવા લુકમાં થઇ સ્પોટ કે ચાહકો થયા લટ્ટુ, તસવીરો જોઇ તમારી આંખો પણ થમી જશે

મોંઘીદાટ ડ્રેસ પહેરીને જોવા મળી શ્રીદેવીની લાડલી, જુઓ PHOTOS

બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહે છે. તે ઘણીવાર તેની તસવીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. અભિનેત્રી જાહ્નવી કપૂર જયારે પણ તેની ફિટનેસ સાથે ઘરની બહાર નીકળે છે, ત્યારે પેપરાજી તેને ફ્રેમમાં કેદ કરવાનો કોઇ પણ મોકો છોડતા નથી. આવું જ કંઇક હાલમાં જોવા મળ્યુ.

બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર જયાં એકબાજુ તેના જિમ લુક્સને લઇને કહેર વરસાવવામાં કોઇ કમી નથી છોડતી. તે કેઝ્યુઅલ આઉટફિટ્સમાં કમાલ લાગે છે. તેની ડ્રેસિંગ સ્ટાઇલના તો ચાહકો એટલા દીવાના છે કે તેની તસવીરો સામે આવતા જ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જાય છે.

તાજેતરમાં જ જાહ્નવીનો સ્ટનિંગ અવતાર જોવા મળ્યો હતો. જાહ્નવીને મુંબઇ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. જયાં તે લિલેક પર્પલ રંગના થાઇ-હાઇ સ્લિટ ડ્રેસમાં જોવા મળી હતી. જાહ્નવીના કોલર ડિઝાઇન વાળો આ આઉટફિ એક રીતે રૈપ ડ્રેસ હતો, જે ઓવરલેપ હોવાની સાથે તેને વી નેકલાઇનમ આપવાનું કામ કરી રહ્યો હતો.

જાહ્નવીના આ આઉટફિટમાં ફુલ સ્લીવ્સ હતી. હસીનાનો આ ડ્રેસ વેસ્ટ લાઇન  એવી રીતે ડ્રેપ હતો કે જેમાં અપર પોર્શન બિલોવી ટોપ અને લોઅર પોર્શન પર રૈપ સ્ટાઇલ સ્કર્ટ લુુક આવી રહ્યો હતો. આ જ કારણ છે કે જાહ્નવીના કર્વ્સ સરળતાથી હાઇલાઇટ થઇ રહ્યા હતા.

જાહ્નવીએ તેના લુકને કમ્પલીટ કરવા માટે બ્લેક સ્નીકર્સ કેરી કર્યા હતા અને વાળને સાઇડ પાર્ટિશન આપી હાફ ક્લચ કર્યા હતા. તેણે બ્લેક કલરનુ ડિઝાઇનર બેગ પણ લીધુ હતુ. જે Goyard બ્રાંડનું હતુ. જેની કિંમત લાખોમાં હતી. જાહ્નવીએ મિનિમલ મેકઅપ સાથે લાઇટ પિંક ફેસ માસ્ક કેરી કર્યુ હતુ.

જાહ્નવીના વર્કફ્રંટની વાત કરીએ તો, તે છેલ્લે હોરર કોમેડી ફિલ્મ “રૂહી”માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા પણ જોવા મળ્યા હતા.  જાહ્નવીની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો, તે જલ્દી જ “ગુડ લક જેરી” “દોસ્તાના 2” અને “તખ્ત” જેવી ફિલ્મોમાં જોવા મળશે.

Shah Jina