પ્રાણીની ખાલ જેવા કપડાં પહેરીને જાહ્નવી કપૂરે કરાવ્યું મદહોશ કરનારું ફોટોશૂટ, કર્વી ફિગરે ઉડાવ્યા હોશ

બોલિવુડની ખૂબસુરત અને દિવંગત અભિનેત્રી શ્રીદેવીની દીકરી જાહ્નવી કપૂરે ઘણા ઓછા સમયમાં બોલિવુડમાં તેની સારી એવી ઓળખ બનાવી લીધી છે. જાહ્નવીનો કરિયરનો ગ્રાફ ઝડપથી ઉપર જઇ રહ્યો છે. જાહ્નવીની ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. અવાર નવાર તે તેની ગ્લેમરસ તસવીરોને કારણે લાઇમલાઇટમાં રહે છે.

જાહ્નવીની ડ્રેસિંગ ચોઇસ લાજવાબ છે. સાથે જ તેને એ પણ ખબર છે કે મેકઅપથી લઇને એસેસરીઝ સુધી કયું કયા આઉટફિટ પર કેવી રીતે પહેરવું જોઇએ. જેનાથી તેની ખૂબસુરતીનો નિખાર આવે. જાહ્નવી કપૂર સોશિયલ મીડિયામાં ઘણીવાર છવાયેલી રહેતી હોય છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો શેેર કરતી રહે છે.

એકવાર ફરીથી જાહ્નવીની નવી તસવીરો સામે આવી છે જેને જોઈને ચાહકોના દિલની ધડકન વધી ગઈ છે. જાહ્નવીની આ તસવીરો તેની સ્ટાઇલિસ્ટ ચાંદની વ્હાબીએ પોતાના એકાઉન્ટ પર શેર કરી છે.આ તસ્વીરોમાં જાહ્નવીએ એનિમલ પ્રિન્ટ આઉટફિટ પહેરી રાખ્યું છે અને કાતિલાના પોઝ આપી રહી છે. જાહ્નવીનું આ આઉટફિટ ડિઝાઈનર નિકિતા કરીઝ્માના કલેક્શનનું છે.  જાહ્નવીએ જે આઉટફિટ પહેર્યા હતા તેનું ટોપ ફ્રન્ટ હાર્ટ શેપ અને બેકલે હતું, જે પેન્સિલ સ્કર્ટ સાથે જોડાયેલું હતું. આ લુકમાં જાહ્નવીએ પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા અને કર્લી શેપ આપ્યો હતો. જાહ્નવીએ મેચિંગ હાઈ હિલ્સ અને બેન્ગલ્સ પણ પહેરી રાખી હતી. આ લુકમાં જાહ્નવીનું કર્વી ફિગર ફ્લોટ થઇ રહ્યું હતું જેમાં તેણે એકથી એક કાતિલાના પોઝ આપ્યા હતા.

તેની તસવીરો અવાર નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. જાહ્નવી તેની ફિટનેસનું પણ ઘણુ ધ્યાન રાખે છે.તમને જણાવી દઇએ કે, જાહ્નવી કપૂર તેની ફિટનેસને લઇને ખૂબ જ સજાગ રહે છે. તેને ઘણીવાર જિમ બહાર સ્પોટ કરવામાં આવે છે.ફિટનેસની દીવાની જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની ફિલ્મો કરતા વધારે તેના જીમ લુકને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

જાહ્નવી કપૂરે હાલ તો લાઇમલાઇટમાં રહેવાનું શીખી લીધુ છે. આ પહેલા પણ તે જીમ જતી હતી પરંતુ તે છેલ્લા સમયથી જેટલી ચર્ચામાં અને લાઇમલાઇટમાં રહે છે તેટલી પહેલા રહેતી ન હતી. ખાસ વાત તો એ છે કે હસીનાના બોલ્ડ વર્કઆઉટ ક્લોથ એટલા સ્ટાઇલિશ હોય છે કે પોતાની બોડીને ફ્લોન્ટ કરવાનો અભિનેત્રી કોઇ મોકો છોડતી નથી. તમને જણાવી દઇએ કે, જાહ્નવીને ભલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યાને ઘણો સમય ન થયો હોય પરંતુ તેણે થોડા સમયમાં જ ઘણી નામના મેળવી લીધી છે.

જાહ્નવીના વર્કફ્રંટની વાત કરીએ તો, તે છેલ્લે હોરર કોમેડી ફિલ્મ “રૂહી”માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા પણ જોવા મળ્યા હતા.  જાહ્નવીની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો, તે જલ્દી જ “ગુડ લક જેરી” “દોસ્તાના 2” અને “તખ્ત” જેવી ફિલ્મોમાં જોવા મળશે. આ ઉપરાંત તે જલ્દી જ વરુણ ધવન સાથે પહેલીવાર સ્ક્રીન શેર કરવા જઇ રહી છે.

Krishna Patel