એરપોર્ટ પર અચાનક જ દોડી જાહ્નવી કપૂર, લોકોએ વીડિયો જોઈ કરી ટ્રોલ

અચાનક એવું તો શું થયું કે ગાડીમાંથી ઉતરીને દોડવા લાગી જાહ્નવી કપૂર, ફેન્સ બોલ્યા પ્રેસર….જુઓ વીડિયો

જાહ્નવી કપૂર સોશિયલ મીડિયામાં આજે પણ સેંસેશનમાં બની રહેલી છે અને  ઘણી બધી વાર હોટ અને સ્ટાઈલિશ અંદાજથી ચાહકોના હોશ ઉડાડી દેતી હોય છે.   આજે ટોપ અભિનેત્રીના લિસ્ટમાં જાહ્નવીનું નામ પણ સામેલ છે. ચાહકો અભિનય સિવાય તેના સ્ટાઈલિશ અંદાજના પણ દીવાના છે.

જાહ્નવી કપૂરનો એરપોર્ટ વાળો વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ તેને ટ્રોલ કરવા લાગ્યા છે. જોકે જાહ્નવી પેપરજીની ફેવરિટ છે અને તેના સારા હાવભાવ માટે પ્રખ્યાત છે, પરંતુ અહીંના લોકો તેની મજબૂરી સમજવા તૈયાર નથી. એરપોર્ટ પર પહોંચેલી જાહ્નવી ઘણી ઉતાવળમાં જોવા મળી હતી, હવે લોકો તેના વિશે વાતો બનાવી રહ્યા છે.

પ્રખ્યાત સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં જાહ્નવી કારમાંથી ઉતરીને જણાવે છે કે તેને ફ્લાઇટ માટે મોડું થઇ રહ્યું છે. આ દરમિયાન જાહ્નવી સફેદ ટોપ અને બદામી કલરના પેન્ટમાં જોવા મળી હતી. તેના લુકને પૂરો કરવા માટે, જાહ્નવીએ તેની આંખો પર ચશ્મા પણ લગાવ્યા હતા અને તેમજ તેના ખુલ્લા વાળ તેના પર ખૂબ સારા દેખાતા હતા.

આ દરમિયાન, જાહ્નવીએ તેના હાથમાં નાની બેગ પણ લીધી હતી અને તેના ચહેરા પર ગુલાબી માસ્ક પણ પહેર્યું હતું. પેપરજી તેને પૂછે છે કે શું તે ગેટ પાસે રોકાશે તો જવાબમાં જાહ્નવી કહે છે – 2 સેકન્ડ. જોકે, તે એટલી ઉતાવળમાં હતી કે તે રોકાઈ શકી નહિ અને અંદર જતી રહે છે.

હવે યુઝર્સ આ બાબતે ટ્રોલ કરી રહ્યા છે. કોઈએ તેને કનફ્યુઝ આત્મા તરીકે લખ્યું કે – આટલા એટિટ્યૂડમાં રહે છે. એકે કહ્યું – અરે તે ભૂલી ગઈ છે કે ક્યાં જવાનું છે. ઘણા એવા છે કે જેઓ તેમની સરખામણી શ્રીદેવી સાથે કરતા જોવા મળ્યા હતા.

એક યુઝરે લખ્યું છે – રન જાહ્નવી રન. જો કે, ભીડમાં કેટલાક એવા પણ હતા કે જે જાહ્નવીને મોડું થવાના કારણે તેનો બચાવ કરતા જોવા મળ્યા હતા.જાહ્નવી આજકાલ પોતાની આગામી ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. જણાવી દઈએ કે જાહ્નવી કપૂરના હાથમાં આ સમયે ઘણી ફિલ્મો છે, જેમાં ‘રણભૂમિ’, ‘ગુડ લક જેરી’, ‘તખ્ત’, ‘દોસ્તાના 2’ વગેરેનો સમાવેશ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Patel Meet