પોતાના ડાન્સ દ્વારા જાહ્નવી કપૂરે લૂંટી લીધી મહેફિલ, આ ગીત પર ડાન્સ કરતા જોઈને ચાહકો દિલ હારી બેઠા

દિવંગત અભિનેત્રી શ્રીદેવી અને બોની કપૂરની લાડલી દીકરી જાહ્નવી કપૂરે બોલીવુડમાં ખુબ ઓછા સમયમાં પોતાનું નામ બનાવી લીધું છે. જાહ્નવીએ ફિલ્મ ધડક દ્વારા બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. ફિલ્મ કઈ ખાસ કમાલ દેખાડી શકી ન હતી પણ ફિલ્મમાં જાહ્નવીના અભિનયની ખુબ પ્રશંસા કરવામાં આવી હતી. ફિલ્મોમાં પોતાના અભિનયની સાથે સાથે જાહ્નવી પોતાની ચુલબુલી અદાઓ,  ફેશન સ્ટાઇલ અને આકર્ષક ફિગરને લીધે પણ ચર્ચામાં બનેલી રહે છે.

જાહ્નવી સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક શાનદાર તસવીરો શેર કરતી રહે છે. જાહ્નવી પોતાના આઉટફિટ પર ખુબ જ ધ્યાન આપે છે અને તે હંમેશા અલગ અલગ અવતારમાં જ સ્પોટ થાય છે. જાહ્નવીની લેટેસ્ટ ફેશન ચાહકોને ખુબ પસંદ આવે છે.આજે જાહ્નવીના ચાહનારાઓ માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશોમાં પણ છે. ચાહકો હંમેશા તેને ફિલ્મોમાં જોવા માટે ઉત્સાહિત રહે છે.જાહ્નવીની દિલકશ અદાઓના લોકો ખુબ દીવાના છે.

જાહ્નવી પોતાના ચાહકો સાથે હંમેશા જોડાયેલી રહે છે અને પોતાની લેટેસ્ટ અપડેટ આપતી રહે છે.ખુબ ઓછા લોકો જાણતા હશે કે એક અભિનેત્રી હોવાની સાથે સાથે જાહ્નવી એક ડાન્સર પણ છે અને તે અવાર નવાર પોતાના ડાન્સિંગ વીડિયો પોતાના એકાઉન્ટ પર શેર કરતી રહે છે અને ચાહકોનું દિલ જીતી લે છે.એવામાં જાહ્નવીનો લેટેસ્ટ ડાન્સ વીડિયો સામે આવ્યો છે તેમાં તેની દિલકશ અદાઓ અને તેના એક્સપ્રેશન જોઈને ચાહકો તેને માશાઅલ્લાહ કહેવા માટે મજબુર બની ગયા છે.

સામે આવેલા જાહ્નવીના વીડિયોમાં જાહ્નવી અભિનેત્રી રેખાના આઇકોનિક સોન્ગ ‘ઈન આંખોં કી મસ્તી….’ પર જબરદસ્ત ક્લાસિકલ ડાન્સ કરતી જોવા મળી રહી છે.વીડિયોમાં જાહ્નવીએ પ્રિન્ટેડ ડ્રેસ પહેરી રાખ્યો છે અને જમીન પર બેસીને ડાન્સ મૂવ્સ કરતી દેખાઈ રહી છે. વીડિયો શેર કરીને જાહ્નવીએ કેપ્શનમા લખ્યું કે,”2 વર્ષ પહેલાનો થ્રો બેક, બેઠકી ભાવ માટે કરવામાં આવેલી મારી અમુક કોશિશોમાની આ એક. દરેકને હેપ્પી ઇન્ટરનેશનલ ડાન્સ ડે”.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

વીડિયોને થોડા જ સમયમાં ઘણા વ્યૂઝ મળી ચૂક્યા છે અને વીડિયોને ચાહકો દ્વારા ખુબ પસંદ પણ કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જાહ્નવીની સાદગી અને તેના ડાન્સ મૂવ્સ અને એક્સપ્રેશન જોઈને ચાહકો તેના પર દિલ હારી બેઠા છે અને ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે.જાહ્નવીના આ વીડિયો પર મનીષ મલ્હોત્રા અને શનાયા કપૂરે પણ રિએક્શન આપ્યું છે. અને સાથે જ વીડિયોમાં જાહ્નવીનો ડાન્સ જોઈને લોકોને શ્રીદેવીની યાદ આવી ગઈ છે. તો અમુક લોકો જાહ્નવીના ડાન્સની તુલના માધુરી દીક્ષિતના ડાન્સ સાથે કરી રહ્યા છે. જાહ્નવી છેલ્લી વાર હોરર કોમેડી ફિલ્મ રુહીમાં જોવા મળી હતી. હાલ જાહ્નવી પાસે બાવાલ, બોમ્બે ગર્લ, રણભૂમિ, ગુડ લક જેરી, દોસ્તાના-2, તખ્ત જેવી ફિલ્મોના પ્રોજેક્ટ છે.

Krishna Patel