સલામત સવારી ST અમારી… પણ બેઠા પછી કોની જવાબદારી ? જામનગરમાં બસ બંપ કુદતા પાછળનો કાચ તોડીને બે વિદ્યાર્થીઓ નીચે પટકાયા, જુઓ વીડિયો

જામનગરમાં બસનો કાચ તૂટતાં જ નીચે પટકાયેલા વિદ્યાર્થીઓનો વીડિયો નેશનલ લેવલે થયો વાયરલ, ડ્રાઈવરને થઇ આ સજા, જુઓ

jamnagar bus students fell on road: આજના સમયમાં નજીકના ટ્રાન્સપોર્ટેશન માટે લોકો બાઈક અને કાર વાપરતા હોય છે. પરંતુ જે લોકો પાસે બાઈક અને કાર નથી અને ઘણા લોકો એવા હોય છે જેમને ડ્રાઈવ કરવાનો પણ કંટાળો આવે એ લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ (public transport) નો ઉપયોગ કરતા હોય છે. આ ઉપરાંત સ્કૂલ કોલજેના બાળકો પણ સરકારી બસમાં મુસાફરી કરતા હોય છે.

કારણ કે સરકારી બસનું ભાડું પણ ખુબ જ ઓછું હોય છે અને વિદ્યાર્થીઓ માટે પાસની પણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. ત્યારે થોડા દિવસ પહેલા જ જામનગર (jamnagar) માંથી એક ઘટના સામે આવી હતી. જેમાં ચાલુ બસે બે વિદ્યાર્થીઓ પાછળનો કાચ તોડીને નીચે પટકાયા હતા, આ ઘટના હવે નેશનલ લેવલે પણ વાયરલ થઇ રહી છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરના ગુલાબનગર પાસેથી એસટી બસ પસાર થઇ રહી ત્યારે જ એક બંપ કુદાવવા જતા જ બસનો પાછળનો કાચ તૂટ્યો હતો અને પાછળ બેઠેલા બે વિદ્યાર્થીઓ એ કાચમાંથી નીચે પડ્યા હતા, આ આખી જ ઘટના ત્યાં લાગેલા કોઈ સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો.

આ અકસ્માતમાં બંને વિદ્યાર્થીઓને સામાન્ય ઇજા પણ પહોંચી હતી. અકસ્માત બાદ બંને વિદ્યાર્થીઓને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે મીડિયા રિપોર્ટ અનુસાર એવી પણ ખબર સામે આવી હતી કે સ્પીડ બ્રેકરમાં બસ ધીમી ના પાડતા આ દુર્ઘટના સર્જાઈ હતી અને બસના ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

સારી બાબત એ રહી કે જયારે બંને વિદ્યાર્થીઓ બસનો કાચ તૂટતાં નીચે પડ્યા હતા ત્યારે પાછળથી કોઈ વાહન નહોતું આવી રહ્યું નહિ તો મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકતી. ત્યારે હાલ બંને વિદ્યાર્થીઓની હાલત સારી છે. આ ઘટનાનો વીડિયો અલગ અલગ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે.

Niraj Patel