સુકેશની કરોડોના ઠગાઇમાં હિરોઈન જેક્લીન પણ સામેલ હતી, પૈસે ખુબ જલસા કર્યા, ED એ કર્યો નવો ખુલાસો- વાંચો

બોલિવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાંડિસની મુશ્કેલીઓ વધી રહી છે. EDએ દિલ્લી હાઇકોર્ટમાં એક ખુલાસો કર્યો છે, જે પછી હલચલ મચી ગઇ છે. EDએ દલીલ કરી છે કે 200 કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ મામલામાં જેકલીન જાણીજોઇને સુકેશ ચંદ્રશેખરના ક્રાઇમની આવકનો સ્વીકાર કરી રહી હતી અને તેના ઉપયોગમાં સામેલ હતી.

જેકલીન ફર્નાંડિસની અરજીના જવાબમાં દાખલ કરવામાં આવેલા એફિડેવિટમાં EDએ આ દલીલ કરી હતી. અભિનેત્રીએ સુકેશ ચંદ્રશેખર સાથે કથિત રીતે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તેની સામેની એફઆઈઆર રદ કરવાની માંગ કરી હતી. આ કેસ ન્યાયાધીશ મનોજ કુમાર ઓહરી સમક્ષ નોંધાયો હતો. જેકલીનનું પ્રતિનિધિત્વ કરતા વકીલે EDની એફિડેવિટનો જવાબ આપવા માટે સમય માંગ્યો હતો.

હાઈકોર્ટે કેસની વધુ સુનાવણી 15મી એપ્રિલે મુકરર કરી છે. EDએ દાવો કર્યો હતો કે જેક્લીને ચંદ્રશેખર સાથેના નાણાકીય વ્યવહારો વિશે ક્યારેય સત્ય જાહેર કર્યું નથી અને પુરાવા મળ્યા ત્યાં સુધી તથ્યો છુપાવ્યા હતા. વર્કફ્રન્ટની વાત કરીએ તો જેકલીન છેલ્લે અક્ષય કુમારની ફિલ્મ ‘સેલ્ફી’માં જોવા મળી હતી. જેમાં તેણે એક ગીતમાં ખાસ અભિનય કર્યો હતો. આ દિવસોમાં તે ફિલ્મ ‘ફતેહ’ના શૂટિંગમાં વ્યસ્ત છે.

Shah Jina