બંગાળની જેમ જ ગુજરાતમાં અહિયાંથી 25 કરોડ રોકડા અને 15 કરોડનું ઝવેરાત મળ્યા, સમગ્ર વિગતો જાણીને ખળભળી ઉઠશો

હાલ બંગાળમાં શિક્ષક ભરતી કૌભાંડમાં ED ઠેર ઠેર દરોડા પાડીને સપાટો બોલાવી રહી છે. આ મામલામાં મંત્રી પાર્થ ચેટર્જીની સહયોગી અર્પિતા મુખર્જીના ઘરે દોરોડા પાડીને કરોડોની રોકડ રકમ ઉપરાંત ઘરેણા જપ્ત કર્યા છે, ત્યારે હવે અમદાવાદમાં પણ IT વિભાગ દ્વારા ચિરિપાલ ગ્રુપની 45 જેટલી જગ્યાઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે, જેમાંથી કરોડોની રોકડ અને ઘરેણા જપ્ત કરવામાં આવ્યા છે.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી પ્રમાણે આવકવેરા વિભાગને ચિરિપાલ ગ્રુપના અલગ અલગ સ્થળો ઉપરથી 800 કરોડના બેનામી આર્થિક વ્યવહારો મળ્યા છે. જેમાં આવકવેરા વિભાગને 25 કરોડ રોકડા, 15 કરોડના ઘરેણાં ઉપરાંત 20 બેંક લોકર પણ મળી આવ્યા છે, આ સિવાય મોટા પ્રમાણમાં ડીઝીટલ ડેટા પણ મળ્યો છે. ડિજિટલ દસ્તાવેજોની એફએસએલ ના અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે.

અવાકવેરા વિભાગે  ચિરિપાલ ગ્રુપની મુખ્ય ઓફિસ શિવરંજનીમાં ચિરીપાલ હાઉસ અને બોપલ વિસ્તારમાં દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી.  જેમાં આઇટીના રડારમાં જ્યોતિપ્રસાદ ચિરીપાલ, વેદપ્રકાશ ચિરીપાલ, બ્રિજમોહન ચિરીપાલ, વિશાલ ચિરીપાલ અને રોનક ચિરીપાલ હતા.  આ ગ્રુપ પેટ્રોકેમિકલ્સ, સ્પિનિંગ, વણાટ, ફેબ્રિક પ્રોસેસિંગ, રસાયણો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શૈક્ષણિક ક્ષેત્રમાં કામ કરે છે.

ચિરિપાલ ગ્રુપનું ઓફિસો ઉપર 200 જેટલા આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અનેક સોડા બતાવવામાં આવ્યા અને અને રોકાણો કોના નામે કરવામાં આવ્યા છે તેની તપાસ ચાલી રહી છે. તેમના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી બેનામી મિલકત તરફ જઈ શકે છે. સમગ્ર કાર્યવાહી બાદ આંકડો વધે તો પણ નવાઈ નહિ.

Niraj Patel