‘દ્રશ્યમ 2’ ફેમ ઇશિતા દત્તાના ઘરે ગુંજશે કિલકારી, લગ્નના 6 વર્ષ બાદ માતા બનવા જઇ રહેલી અભિનેત્રીએ ફ્લોન્ટ કર્યો બેબી બંપ

અજય દેવગનની દીકરી ફ્લોન્ટ કરવા લાગી બેબી બંપ, ખુબસુરત તસવીરો આવી સામે

અજય દેવગનની ઓનસ્ક્રીન દીકરી અને ‘દ્રશ્યમ 2’ ફેમ એક્ટ્રેસ ઇશિતા દત્તાએ તાજેતરમાં જ પોતાની પ્રેગ્નેંસીની જાહેરાત કરી હતી.ઈશિતા દત્તા ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. ત્યારે આ દિવસોમાં તે તેની પ્રેગ્નેંસીનો ભરપૂર આનંદ માણી રહી છે અને તેની ફેશનથી દિલ પણ જીતી રહી છે. લૂઝ-ફિટિંગ ડ્રેસમાં તેણે કેટલીક તસવીરો શેર કરી, જેમાં તેનો લુક ખૂબ જ ક્યૂટ જોવા મળ્યો. તેના લેટેસ્ટ ફોટોશૂટની સુંદર તસવીરો જોઈને તમે પણ હેરાન રહી જશો.

અજય દેવગનની ઓનસ્ક્રીન દીકરી ઈશિતા દત્તા પ્રિન્ટેડ મેક્સી ડ્રેસમાં તેના બેબી બંપને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. નો મેકઅપ લુકમાં ઈશિતાનો પ્રેગ્નેંસી ગ્લો જોવા જેવો છે. આ તસવીરો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું, ‘OOTD’. જણાવી દઇએ કે, ઇશિતા દત્તાએ કેટલાક દિવસ પહેલા જ તેની પ્રેગ્નેંસીની જાહેરાત કરી હતી અને તેણે તેના પતિ સાથેની બીચ પરની બે તસવીરો શેર કરી હતી.

જેમાં વત્સલ શેઠ ઇશિતાના બેબી બંપને કિસ કરતો પણ જોવા મળ્યો હતો. આ ઉપરાંત તેણે હાલમાં જ એક ઇન્સ્ટા સ્ટોરી શેર કરી હતી, જેમાં તેના હાથમાં ચોકલેટ બોલ જોઈ શકાય છે અને આ સાથે તેણે કેપ્શન લખ્યુ હતુ- આજની ક્રેવિંગ. આ સિવાય ઇશિતાએ હાલમાં બ્લુ સિક્વિન ડ્રેસમાં પણ કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં પણ તે તેના બેબી બંપને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

ઇશિતાના ડ્રેસની સ્ટાઇલિશ સ્લીવ્ઝ આંખને આકર્ષિત કરતી હતી કારણ કે તેમાં કટ-આઉટ ડિટેઇલ દર્શાવવામાં આવી હતી. આ લુક કમ્પ્લીટ કરતી વખતે હસીનાએ બ્લેક મીની બેગ કેરી કરી હતી. 32 વર્ષની અભિનેત્રી ઈશિતા દત્તા થોડા દિવસો પહેલા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન ઈશિતા તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે, હાલમાં કેટલાક દિવસ પહેલા જ અભિનેત્રી એરપોર્ટ પર જોવા મળી હતી અને ત્યારે તેનો બેબી બંપ જોઇ લોકોએ તેને શુભકામનાઓ આપવાની ચાલુ કરી દીધી હતી. જો કે અભિનેત્રીએ તે સમયે આ સમાચારને સત્તાવાર જાહેર કર્યા ન હતા, પરંતુ થોડા દિવસો પછી તેણે તેના પતિ અને અભિનેતા વત્સલ સેઠ સાથે બીચ પર ફોટોશૂટ કરાવતી તસવીરો શેર કરી અને પ્રેગ્નેંસીની જાહેરાત કરી.

આ તસવીરો શેર કરતા અભિનેત્રીએ ‘બેબી ઓન બોર્ડ’ લખ્યુ હતુ. તમને જણાવી દઈએ કે ઈશિતા દત્તાએ વર્ષ 2017માં બોલિવૂડ એક્ટર વત્સલ સેઠ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 6 વર્ષ બાદ આ કપલ પહેલીવાર માતા-પિતા બનવા જઇ રહ્યુ છે. ઇશિતા બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તેણે ‘દ્રશ્યમ’ અને ‘દ્રશ્યમ 2’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

આ ફિલ્મમાં તે અજય દેવગનની પુત્રીના રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં ઈશિતાની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો, ઈશિતા ‘બેપનાહ પ્યાર’, ‘સૌદાગર’ જેવા ટીવી શો માટે જાણીતી છે અને ફિલ્મ ‘દ્રશ્યમ’ પછી તેની ફેન ફોલોઈંગ ઘણી વધી ગઈ છે.

Shah Jina