માં બન્યા પહેલા અજય દેવગનની ઓનસ્ક્રીન દીકરી ઇશિતા દત્તાએ ખરીદ્યુ સપનાનું ઘર, ગૃહ પ્રવેશનો વીડિયો કર્યો શેર
Ishita Dutta New Home : ટીવી અને બોલિવૂડ અભિનેત્રી ઈશિતા દત્તાના જીવનમાં આ દિવસોમાં ઘણી ખુશીઓ આવી છે. અભિનેત્રી આ દિવસોમાં તેની પ્રેગ્નેંસીનો આનંદ માણી રહી છે. ઈશિતા અને તેનો પતિ વત્સલ સેઠ ટૂંક સમયમાં જ માતા-પિતા બનવા જઇ રહ્યા છે. આ સ્ટાર કપલ જલ્દી જ પોતાના બાળકનું સ્વાગત કરવાની તૈયારી કરી રહ્યું છે. ત્યારે આ દરમિયાન ફિલ્મ સ્ટાર ઈશિતા દત્તા સોશિયલ મીડિયા દ્વારા પોતાના જીવનની દરેક વિગતો ચાહકો સાથે શેર કરી રહી છે.
તાજેતરમાં અભિનેત્રીએ એક વિડિયો દ્વારા ચાહકોને તેના નવા ઘરના ગૃહ પ્રવેશ વિશે માહિતી આપી છે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર આવતાની સાથે જ વાયરલ થઇ ગયો. ઇશિતાએ તેના પતિ વત્સલ સેઠ અને પરિવાર સાથે રીતિ રિવાજ મુજબ નવા ઘરમાં ગૃહ પ્રવેશ કર્યો હતો. વીડિયોમાં વત્સલ અને ઈશિતા એકસાથે પૂજા કરતા જોવા મળે છે. આ અવસર પર ઈશિતા દત્તા ગોલ્ડન યલો સાડી પહેરેલી જોવા મળી રહી છે.
વીડિયોમાં અભિનેત્રી ગોલ્ડન જ્વેલરી પહેરેલી જોવા મળી હતી. આ સાથે તેનો બેબી બમ્પ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ વીડિયો ઈશિતા દત્તાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું- ‘નવી શરૂઆત’. વીડિયોમાં અભિનેત્રીએ ગુજરાતી પરંપરા મુજબ કલશ રાખ્યો હતો. આ પછી સત્યનારાયણની કથા અને આરતી પણ કરાવી હતી. ઈશિતા દત્તાએ પોતાના ભાવિ બાળક માટે નવા ઘરમાં એક ખાસ બેબી રૂમ બનાવ્યો છે.
અભિનેત્રી પોતાના નવા ઘરની પૂજા દરમિયાન ઘણી ખુશ દેખાતી હતી. ઈશિતા દત્તાની આ તસવીરો ફેન્સનું દિલ જીતી રહી છે. અભિનેત્રીની આ તસવીરો જોઈને ચાહકો તેને અભિનંદન આપી રહ્યા છે. ઈશિતા અને વત્સલ સેઠે હજુ સુધી તેમના બાળકની ડિલિવરીની તારીખ જાહેર કરી નથી.
જોકે આ કપલ ટૂંક સમયમાં માતા-પિતા બનવા જઈ રહ્યું છે. એકે લખ્યું, ‘તમારું નવું ઘર ખરીદવા માટે ખૂબ ખૂબ અભિનંદન. તું સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.જ્યારે બીજાએ લખ્યું, તમે ભારતીય લુકમાં શ્રેષ્ઠ દેખાવ છો. આ ડબલ સેલિબ્રેશનનો સમય છે. ઈશિતા બોલિવૂડની લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. તેણે ‘દ્રશ્યમ’ અને ‘દ્રશ્યમ 2’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.
આ ફિલ્મમાં તે અજય દેવગનની પુત્રીના રોલમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં ઈશિતાની એક્ટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. ઈશિતાના અંગત જીવનની વાત કરીએ તો તેણે 2017માં બોલિવૂડ એક્ટર વત્સલ સેઠ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 6 વર્ષ બાદ આ કપલ પહેલીવાર માતા-પિતા બનવા જઇ રહ્યા છે.
View this post on Instagram