ઈશાન કિશનને ચઢી મસ્તી, મેદાન પર જ ઉભા હતા સાથુંય ખેલાડીઓ અને ત્યારે જ વિરાટ કોહલીની જેમ લટક મટક ચાલવા લાગ્યો, જુઓ વીડિયો
Ishaan Kishan copied Virat Kohli : ગઈકાલે ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કંપની ફાઇનલ મેચ યોજાઈ. આ મેચની દર્શકો ખુબ જ આતુરતાથી રાહ જોઈને બેઠા હતા, પરંતુ ભારતે થોડીવાર જ શ્રીલંકાના સૂપડા સાફ કરી નાખ્યા. ટોસ જીતીને બેટિંગ કરવા માટે ઉતરેલી શ્રીલંકાની ટીમને ભારતીય બોલરોએ 50 રનમાં જ ઓલઆઉટ કરી દીધી હતી. ત્યારે ભારતે પણ 6.1 ઓવરમાં 51 રન મારીને ભવ્ય જીત મેળવી લીધી. આ જીત બાદ ખેલાડીઓ અને ભારતીય દર્શકોમાં ખુબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો.
ઈશાને કરી વિરાટની નકલ :
ત્યારે આ જીત બાદ વિરાટ કોહલી સાથે ઈશાન કિશન, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, શ્રેયસ અય્યર અને તિલક વર્મા ઉભા હતા. ત્યારબાદ ઈશાન વિરાટ કોહલીની નકલ કરવા લાગ્યો. તેણે વિરાટની નકલ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન દરેખા ખેલાડી ખડખડાટ હસી રહ્યા હતા. આ પછી વિરાટે પણ ઈશાનના વોકની નકલ કરી અને બધા હસવા લાગ્યા. આ પછી ઈશાન ફરી એકવાર વિરાટની જેમ થોડે દૂર ચાલ્યો અને વિરાટની નકલ કરવા લાગ્યો હતો. ત્યારે આ ઘટનાનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
ભારતે 8મી વખત જીત્યો એશિયા કપ :
ભારતીય ટીમે 8મી વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે. આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રોહિત શર્માની કપ્તાની હેઠળ ટીમ સતત બીજી વખત એશિયા કપના ODI ફોર્મેટની ચેમ્પિયન બની હતી. ફાઈનલ મેચમાં મોહમ્મદ સિરાજના શાનદાર બોલિંગ પ્રદર્શનના આધારે ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાની ટીમને 15.2 ઓવરમાં માત્ર 50 રન પર રોકી દીધી હતી. આ પછી, નાના લક્ષ્યને ધ્યાનમાં રાખીને ઇશાન કિશનને શુભમન ગિલ સાથે ઇનિંગ્સની શરૂઆત કરવાની તક આપવામાં આવી હતી.
Ishan mimics Virat Kohli’s walk
#INDvSL #INDvsSL #AsiaCupFinal #AsianCup2023 #AsiaCup23 #SLvsIND #TeamIndia #TeamBharat #ViratKohli #RohitSharma #Siraj #gangłysego #UFCNoche #RussellBrand #NocheUFC #NocheUFC #RussiaIsCollapsing #HappyBirthdayModiJi pic.twitter.com/xcVabi7V65— Hussain (@imhussy92) September 17, 2023
સિરીઝમાં ઈશાનની પણ શાનદાર રમત :
બંનેએ મળીને આ લક્ષ્યાંક 6.1 ઓવરમાં હાંસલ કરી લીધો અને ભારતીય ટીમને 10 વિકેટે જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી. ઈશાને 18 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 23 રનની અણનમ ઈનિંગ રમી હતી. એશિયા કપ 2023માં બેટ સાથે ઈશાન કિશનનું પ્રદર્શન સારું જોવા મળ્યું હતું. તેણે હાર્દિક પંડ્યા સાથે મળીને પાકિસ્તાન સામેની ગ્રુપ મેચમાં નિર્ણાયક સમયે 81 બોલમાં 82 રનની ઇનિંગ રમીને ભારતીય ટીમની ઇનિંગને સંભાળી હતી. જો કે બાદમાં વરસાદના કારણે આ મેચ રદ કરવામાં આવી હતી. એશિયા કપ 2023માં 4 ઇનિંગ્સમાં બેટિંગ કરતા ઇશાને 47.67ની એવરેજથી કુલ 143 રન બનાવ્યા હતા.