ઇશા અબાણીએ ભાઈ અનમોલ અને કૃશા શાહની બાંધી હતી છેડાછેડી, જુઓ ટીના અંબાણીના દીકરાના લગ્નની અનસીન તસવીરો
મુકેશ અંબાણીના નાના ભાઇ અનિલ અંબાણી અને ટીના અંબાણીના મોટા દીકરા જય અનમોલ અંબાણીએ ગત 20 ફેબ્રુઆરી 2022ના રોજ કૃશા શાહ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્ન સોશિયલ મીડિયા પર ઘણા ચર્ચામાં પણ રહ્યા હતા. લગ્નના ઘણા સમય બાદ ટીના અંબાણીએ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી હતી,
જે તેમના દીકરાના લગ્નની હતી.આ તસવીરોમાં મુકેશ અંબાણી જોવા મળ્યા હતા નહિ, કારણ કે તેઓ લગ્નમાં સામેલ થયા નહોતા. પણ પત્ની નીતા અંબાણી અને તેમની દીકરી ઇશા અંબાણી લગ્નમાં જરૂર સામેલ થઇ હતી. ઇશાએ ભાઇના લગ્નને પરફેક્ટ બનાવવામાં કોઇ કસર છોડી નહોતી. પેસ્ટલ ડ્રેસમાં ઇશા અનમોલના લગ્નમાં પહોચી હતી, આ સાથે તેણે ડાયમંડ સેટ પણ કેરી કર્યો હતો.
તે એટલી ખૂબસુરત લાગી રહી હતી કે તેના પરથી ઘણા લોકોની નજર હટી રહી નહોતી. ઇશા અંબાણી ચાર ભાઇઓ આકાશ, અનંત, જય અનમોલ અને જય અનશુલ વચ્ચે એક જ બહેન હોવાથી તેણે લગ્નમાં છેડાછેડીની રસ્મ પણ નિભાવી હતી. એક તસવીરમાં તે ભાઇ-ભાભીનું ગઠબંધન કરતી નજર આવી હતી. એક તસવીરમાં પૂરો બચ્ચન પરિવાર પણ જોવા મળ્યો હતો.
અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અભિષેક, એશ્વર્યા, શ્વેતા, નવ્યા અને આરાધ્યા પણ દુલ્હા-દુલ્હન સાથે જોવા મળ્યા હતા. અનમોલના લગ્નમાં નીતા અંબાણીએ પણ ખૂબ જ સુંદર આઉટફિટ કેરી કર્યો હતો. જય અનમોલ અને ક્રૃશાના લગ્ન મુંબઈના બાંદ્રામાં અનિલ અંબાણીના પાલી હિલ સ્થિત ઘરે થયા હતા. પાલી હિલ તેના બોલિવૂડ સ્ટાર્સ માટે જાણીતી છે.
અહીં સુનીલ દત્તથી માંડીને દિલીપ કુમાર સુધીના ઘર છે. અનમોલ અને ક્રૃશાએ ડિસેમ્બર 2021માં સગાઈ કરી હતી. આ પછી તેમની પ્રી-વેડિંગ સેરેમની 18 ફેબ્રુઆરી 2022થી મહેંદી સેરેમની સાથે શરૂ થઈ હતી. ક્રૃશા તેની મહેંદી સેરેમની માટે મલ્ટીકલર્ડ લહેંગામાં અદભૂત દેખાતી હતી,
જ્યારે અનમોલ ઑફ-વ્હાઇટ કુર્તા-પાયજામામાં અદભૂત દેખાતો હતો. ક્રૃશા શાહની વાત કરીએ તો, તેનો જન્મ મુંબઈમાં થયો હતો અને તે એક સામાજિક કાર્યકર છે. તેણે તેનો પ્રારંભિક અભ્યાસ મુંબઈથી કર્યો હતો અને પછીનો અભ્યાસ અમેરિકા અને યુકેથી કર્યો હતો.