બેસ્ટી કિયારા અડવાણીના લગ્નમાં પહોંચેલી ઈશા અંબાણીએ રોયલ લુકથી લૂંટી લાઇમલાઇટ, ગાળામાં હીરાના હાર સાથે હાથમાં લાખોના બેગ સાથે જોવા મળી મુકેશ અંબાણીની લાડલી

હીરોનો હાર, ચમકદાર ડ્રેસ, અધધધધધધધધધ લાખનું બેગ લઇને બેસ્ટી કિયારા અડવાણીના લગ્નમાં પહોંચી ઇશા અંબાણી, રોયલ લુકે ચોરી લીધી લાઇમલાઇટ

બોલિવુડના લવ બર્ડ્સ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા આજે જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં લગ્નના બંધનમાં બંધાવાના છે. આ લગ્ન માટે બોલિવુડ ઇન્ડસ્ટ્રી સહિત સ્ટાર્સના કેટલાક ખાસ મિત્રોને આમંત્રણ આપવામાં આવ્યુ છે. ત્યારે આ લગ્નમાં ખાસ મહેમાન બનીને પહોંચી છે મુકેશ અંબાણીની લાડલી અને દુલ્હન કિયારા અડવાણીની બેસ્ટી ઇશા અંબાણી.

ઇશા અંબાણીને 4 ફેબ્રુઆરીના રોજ સાંજે પતિ સાથે જેસલમેર એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન ઇશાના રોયલ લુકે લાઇમલાઇટ લૂંટી લીધી હતી. ઇશા ટાઇટ સિક્યોરિટી વચ્ચે પતિ આનંદ પીરામલ સાથે શરારા સેટમાં પહોંચી હતી. તેનો લુક ખૂબ જ રોયલ હતો.

ઇશાએ જેવી જ જેસલમેર એરપોર્ટ પર એન્ટ્રી મારી કે તેની તસવીરો લેવા માટે પેપરાજીની ભીડ લાગી ગઇ. તે ખૂબ જ ટાઇટ સિક્યોરિટી સાથે બેસ્ટીના લગ્નમાં પહોંચી હતી. ઇશાના લુકની વાત કરીએ તો, તેણે ચમકદાર શરારા સૂટ પહેર્યો હતો. જેમાં ઉપરના ક્લોથ સાથે મેચિંગ પેન્ટ અને બ્રિઝી જેકેટ નજર આવી રહ્યુ હતુ. આ સાથે વી નેકલાઇન ઉપરના ટોપમાં આપવામાં આવી હતી.

ઇશાએ આઇવરી શેડનો શરારા કેરી કર્યો હતો. તેણે તેના લુકમાં ચાર ચાંદ લગાવવા ડાયમંડ ચોકર નેકલેસ, મેચિંગ ઇયરિંગ્સ અને સ્ટેટમેન્ટ રિંગ્સ પહેરી હતી. આ ઉપરાંત પગમાં ગોલ્ડન હાઇ હીલ્સ અને લગ્ઝરી બ્રાન્ડનું મીની લેધર પિંક હેન્ડબેગ કેરી કર્યુ હતુ. જેની કિંમત લાખોમાં છે. ઇશાનું આ હેન્ડ બેગ લગ્ઝરી બ્રાન્ડ ‘Hermes Paris’નું હતુ.

એક ફેન પેજ અનુસાર, આ નાનકડા બેગની કિંમત 38550 અમેરિકી ડોલર એટલે કે 31 લાખ 70 હજાર રૂપિયાનું હતુ. જણાવી દઇએ કે, ઇશા અંબાણી અને કિયારા અડવાણી એક જ સ્કૂલમાં ભણતા હતા અને ત્યારથી લઇને અત્યાર સુધી બંને વચ્ચે સારી મિત્રતા છે.

Shah Jina