એક મહિના પછી બાળકોને ભારત લઇને આવેલી ઇશા અંબાણીએ કપડા પર ખર્ચ કર્યા 39,649, માતા નીતા અંબાણી પણ મોંઘા લુકમાં આવી નજર
એમાં કોઈ શંકા નથી કે મા બનવું એ આ દુનિયાનું સૌથી મોટું સુખ છે. બાળકના જન્મ પછી, દરેક સ્ત્રીને જીવનમાં માત્ર નવા અનુભવો જ નથી થતા પરંતુ તેની પ્રાથમિકતાઓ પણ બદલાઈ જાય છે. હાલમાં જ માતા બનેલી ઈશા અંબાણી પણ આ સમયે આવી જ લાગણીઓમાંથી પસાર થઈ રહી હશે. વાસ્તવમાં ઈશા અંબાણી અને આનંદ પીરામલ આ વર્ષે નવેમ્બરમાં એક છોકરા અને એક છોકરીના માતા-પિતા બન્યા છે,
જેમનું નામ તેમણે ‘આદિયા’ અને ‘કૃષ્ણા રાખ્યું છે. તેણે અમેરિકાના લોસ એન્જલસમાં 19 નવેમ્બરે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો, જે પછી તે લગભગ એક મહિના પછી ભારત પરત આવી હતી. અંબાણી પરિવાર ગ્રેન્ડ ફેમીલી ફંક્શન્સ અને લગ્ઝરી લાઇફસ્ટાઇલ માટે જાણીતો છે. તાજેતરમાં જ બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી તેના જોડિયા બાળકો કૃષ્ણા અને આદિયા સાથે યુએસએથી ભારત પરત ફરી છે.
ત્યારે આ દરમિયાન તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ ખાસ અવસર પર ઇશાએ રંગબેરંગી જમ્પસૂટમાં પહેર્યો હતો. જે તેની કિંમતના કારણે હાલ ચર્ચામાં છે. 24 ડિસેમ્બર 2022ના રોજ ઈશા તેના બંને બાળકો સાથે મુંબઇ આવી, જ્યારે તે બાળકોના જન્મ પછી પહેલીવાર ઘરે આવી ત્યારે અંબાણી અને પિરામલ પરિવારે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી મુંબઈના વર્લીમાં ઈશાના ઘર સુધી કડક સુરક્ષા વચ્ચે ઈશા જ્યારે તેના ઘરે પહોંચી ત્યારે તેની ઝલક સોશિયલ મીડિયા પર છવાયેલી હતી.
આ દરમિયાન ઈશાના સ્વાગત માટે તેના ઘરે ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો, જે ખરેખર જોવા લાયક હતો. ઈશાના જંપસૂટની વાત કરીએ તો, તે જયારે યુ.એસ.એ.થી ભારત પરત ફરી ત્યારે તેણે જે જમ્પસૂટ પહેર્યો હતો, તે ઘણો આરામદાયક અને નવી માતાઓ માટે યોગ્ય હતો. ઈશા અંબાણીના ફેનપેજ પર એક તસવીર શેર કરવામાં આવી છે જે અનુસાર, ઈશાનો આ રેઇનબો જંપસૂટ ‘La DoubleJ’ બ્રાન્ડનો છે, જેની કિંમત ચોંકાવનારી છે.
તસવીર સાથે શેર કરવામાં આવેલી માહિતી મુજબ આ જમ્પસૂટની કિંમત રૂ.39,649 છે. નીતા અંબાણી પણ તેમના નાતિ-નાતિનને આવકારવા હાજર રહ્યા હતા. આ દરમિયાન તે સિમ્પલ અને એલિગન્ટ લુકમાં જોવા મળ્યા હતા. આ દરમિયાન નીતા અંબાણીએ પ્રિન્ટેડ ટોપ અને સફેદ પેન્ટ અને બેજ સેન્ડલ પહેર્યા હતા. જો કે, તેમણે જે ટોપ, સેન્ડલ અને બેગ કેરી કરી હતી તે ખૂબ મોંઘા હતા, જેની કિંમત તમારા હોંશ ઉડાવી શકે છે.
View this post on Instagram
નીતા અંબાણીનું આ પ્રિન્ટેડ ટોપ બ્રાન્ડ ‘MISA LOSANGELES’ છે, જેની કિંમત 25,607 રૂપિયા છે. નીતા અંબાણીએ તેમની પુત્રીના સ્વાગતમાં જે સેન્ડલ અને હેન્ડબેગ કેરી કરી હતી, તે પણ લક્ઝરી બ્રાન્ડની હતી. ફોટો સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, નીતા અંબાણીના આ લેધર સ્લાઈડ સેન્ડલ ‘Valentino’ બ્રાન્ડના હતા, જેની કિંમત 73,517 રૂપિયા છે. ત્યાં, તેણીની ‘Goyard’ બ્રાન્ડની હેન્ડબેગની કિંમત 1,34,000 છે.
View this post on Instagram