ભઇ અમીરી હોય તો ઇશા અંબાણી જેવી…બેશકિંમતી છે ઇશાનો આ બ્લાઉઝ, અસલી સોના-હિરા સાથે રત્નોથી પણ છે જડેલો…

ખૂબ જ ખાસ છે ઇશા અંબાણીનો આ બ્લાઉઝ, જેમાં હીરા સાથે જડેલા છે બેશકિંમતી રત્ન

ઇશા અંબાણીએ પોતાના હીરા-સોનાના ઘરેણાથી બનાવડાવ્યો બ્લાઉઝ, ભાઇ અનંત અંબાણીના પ્રી વેડિંગમાં છવાઇ ગયો લુક

તાજેતરમાં જ 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન ગુજરાતના જામનગરમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને તેની મંગેતર રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. અનંત ટૂંક સમયમાં જ રાધિકા સાથે લગ્નના બંધનમાં બંધાવાનો છે, અહેવાલો અનુસાર બંનેના લગ્ન જુલાઇમાં મુંબઇમાં થવાના છે.

ત્યારે આ પહેલા કપલના પ્રી વેડિંગ ફંક્શન્સનું આયોજન કરવામાં આવ્યુ. ત્રણ દિવસ સુધી ચાલેલા આ ભવ્ય સમારોહમાં ભાગ્યે જ કોઈ એવી સેલિબ્રિટી હશે જે નહિ આવી હોય. સમગ્ર વિશ્વમાંથી મોટા ઉદ્યોગપતિઓ, હોલીવુડ અને બોલિવૂડના સ્ટાર્સ અને અન્ય ક્ષેત્રના ઘણા દિગ્ગજ લોકોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ સમગ્ર ફંકશન દરમિયાન બધાની નજર અંબાણી પરિવારની મહિલાઓ પર અટકી ગઇ હતી.

નીતા અંબાણીથી લઇને તેમની પુત્રવધુઓ શ્લોકા હોય કે રાધિકા…કે પછી તેમની દીકરી ઇશા આ ફંક્શનમાં દરેક રોયલ લાગતા હતા. ફંક્શનના છેલ્લા દિવસે મુકેશ અંબાણીની લાડલી ઈશા અંબાણીએ રેડ લહેંગો પહેર્યો હતો. તેણે આ લુકથી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. લહેંગાની સાથે તેણે ખાસ બ્લાઉઝ કેરી કર્યુ હતુ.

રાધિકા અને અનંતની પ્રી-વેડિંગ સેરેમનીમાં ઈશાએ એથનિકથી લઈને વેસ્ટર્ન ડ્રેસ પહેરીને પોતાની સુંદરતા દર્શાવી હતી. રાધિકા અને અનંતના હસ્તાક્ષર સમારંભમાં તેણે ખૂબ જ સુંદર લાલ રંગનો લહેંગો પહેર્યો હતો. આ લહેંગો જેટલો સુંદર હતો તેનાથી પણ વધારે તેનું બ્લાઉઝ સુંદર હતું. ઇશાનું આ બ્લાઉઝ પ્રખ્યાત ડિઝાઈનર અબુ જાની સંદીપ ખોસલાએ ડિઝાઈન કર્યું છે.

અબુ જાની સંદીપ ખોસલાએ આ બ્લાઉઝના નિર્માણનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તેમણે જણાવ્યું કે આ બ્લાઉઝ પર માત્ર ઈશા અંબાણીની નવી અને જૂની જ્વેલરી જ નથી લગાવવામાં આવી પરંતુ તેમાં લગાવવા ખાસ રાજસ્થાન અને ગુજરાતથી પારંપારિક ઘરેણા પણ મંગાવવામાં આવ્યા છે.

વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે ઈશાના આ બ્લાઉઝમાં માત્ર હીરા જ નહીં પરંતુ પુલક, રૂબી, એમરાલ્ડ સહિત અનેક રત્નો પણ જડેલા છે. ખાસ વાત એ છે કે આ તમામ રત્નોને હાથથી કપડા પર લગાવવામાં આવ્યા છે. જેના કારણે તેની સુંદરતા અનેકગણી વધી ગઈ છે. ઈશાએ આ ખાસ લહેંગા અને બ્લાઉઝ સાથે પોતાની વેડિંગ જ્વેલરી કેરી કરી હતી. હીરાથી બનેલી આ મલ્ટિલેયર જ્વેલરી તેની સુંદરતામાં વધારો કરી રહી હતી.

Shah Jina