અમદાવાદની ચકચારી ભરેલી ઘટના, પતિએ પત્નીને કહી દીધું… “તારે જેની જોડે શારીરિક સંબંધો બાંધવા હોય બાંધજે…” અને પછી, જાણો સમગ્ર મામલો

પતિ પોતાની નર્સ પત્નીને અન્ય પુરુષો સાથે સંબંધ રાખવાનું કહેતો અને પછી, જાણો સમગ્ર મામલો

Ahmedabad Husband Wife Fighting : ગુજરાતમાંથી ઘણીવાર કેટલીક એવી ચકચારી ભરેલી ઘટનાઓ સામે આવતી હોય છે જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય. ઘણીવાર પતિ પત્નીના ઝઘડામાં પણ એવા એવા કારણો સામે આવે છે જે હોશ ઉડાવી દેતા હોય છે. ત્યારે હાલ અમદાવાદમાંથી એક એવી જ ઘટના સામે આવી છે, જેમાં એક પત્નીને પોતાના પતિ અને સાસરિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે અને ફરિયાદમાં તેને જે કહ્યું એ સાંભળીને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં એક 29 વર્ષીય યુવતી છેલ્લા દોઢ વર્ષથી તેના માતા પિતા સાથે રહીને નર્સીંગનો અભ્યાસ કરે છે. યુવતીના લગ્ન વર્ષ 2020માં કાંકરિયામાં રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ તેના સાસુ તેની સાથે અવાર નવાર જમવાના બહાને ઝઘડો કરતા હતા. તો તેનો પતિ પણ તેના પર સતત શંકા રાખતો હતો.

યુવતી જયારે નોકરી પરથી આવે ત્યારે તેનો ફોન પણ ચેક કરતો હતો. યુવતીના ફોનમાં રહેલા તેના સગા સંબંધીઓના નંબર પર પણ શંકા રાખીને આ નંબર બ્લોક કરી દીધા હતા. એક દિવસ સવારે સાત વાગે યુવતી જયારે રસોઈ બનાવી રહી હતી ત્યારે પણ તેનો ફોન ચેક કરીને માર માર્યો હતો. જેના બાદ યુવતીને સારવાર માટે પણ ખસેડવામાં આવી હતી.

યુવતીનો પતિ તેની સાથે શારીરિક સંબંધો રાખતો નહોતો અને યુવતીને કહેતો હતો કે “તારે જેની સાથે સંબંધ રાખવા હોય તે રાખજે હું વિરોધ નહીં કરું.” આમ કહીને પણ તે યુવતી પર અવાર નવાર ત્રાસ ગુજારતો હતો. એક દિવસ પતિએ યુવતીને રાતના સમયે ઘરેથી નીકળી જવાનું કહેતા તે ભુલાભાઇ ચાર રસ્તા પાસે સવારે ચાર વાગ્યા સુધી બેસી રહી. આખરે તેને હિંમત એકઠી કરીને તેના પતિ અને સાસુ સસરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Niraj Patel