કયારેક દિહાડી મજૂર હતો આ માણસ, હવે આ રીતે કમાવી રહ્યો છે લાખો રૂપિયા

કયારેક દિહાડી મજૂર હતો આ ગરીબ માણસે એવું તો શું કર્યું કે આજે લાખોમાં આળોટે છે- જુઓ

તકદીરનો ખેલ પણ અજીબ હોય છે. ખબર નથી પડતી કે માણસના દિવસો ફરી આવી જાય. ઘણીવાર કહેવામાં આવે છે કે કિસ્મત બદલાતા મોડુ નથી થતુ. જી હાં, હાલમાં જ એક વ્યક્તિ સાથે આવું થયુ. તેની કહાની હાલ ચર્ચામાં છે કારણ કે તેની કિસ્મત લોટરીથી નહિ પરંતુ સોશિયલ મીડિયાએ બદલી છે.

આવી જ એક કહાની છે ઇસાક મુંડાની. એક આદિવાસી વ્યક્તિ મુંડા કયારેક દિહાડી મજૂર હતો, જેણે છેલ્લા વર્ષથી જ વીડિયો બનાવવાનું શરૂ કર્યુ હતુ. પરંતુ હવે તે ઇન્ટરનેટની દુનિયાામાં જાણિતો છે.

ફૂડ બ્લોગર્સથી પ્રેરિત થઇને એક દિવસ ઇસાકે ભાત અને કરી ખાતા એક વીડિયો બનાવવાનો નિર્ણય કર્યો. જે બાદ તેનો આ વીડિયો પ્લેટફોર્મ પર હિટ થઇ ગયો. તમને જણાવી દઇએ કે, મુંડાએ સૌથી પહેલા સ્માર્ટફોન ખરીદવા માટે 3 હજાર રૂપિયા ઉધાર લેવા પડ્યા હતા. પરંતુ ત્યારે તેણે કદાચ એવું વિચાર્યુ કે તેના જીવનમાં એક દિવસ એવો આવશે જયારે તેને કર્જની અસલી અહેમિયત ખબર પડશે.

ઓડિશાના સંબલપુર જિલ્લાના બાબુપાલી ગામના ઇસાક મુંડા આદિવાસી સમાજથી તાલ્લુક રાખે છે. તે મજૂરી કરતા હતા અને તેમનું ઘર તેનાથી જ ચાલતુ હતુ. વર્ષ 2020માં અચાનક કોરોનાને કારણે લોકડાઉન લાગ્યુ અને કામ બંધ થઇ ગયુ. મજૂરોનો હિસાબ તો રોજ કુવો ખોદો અને પાણી પીઓ એવો હોય છે. તેની આર્થિક સ્થિત બગડવા લાગી.

કમાણીના રસ્તા બંધ થઇ ગયા. તે ભૂખને ભટકાવવા માટે મિત્રના ફોન પર યૂટયૂબ જોતો. આ રીતે તે વીડિયોથી પ્રભાવિત થયો અને તે બાદ આવા વીડિયો બનાવવાનો વિચાર કર્યો. તે બાદ અપલોડ પણ કર્યો.

મુંડા દ્વારા પહેલો વીડિયો પોસ્ટ કર્યા બાદ ત્રણ મહિનામાં તેના એકાઉન્ટમાં 37 હજાર રૂપિયા આવ્યા. આ તો શરૂઆત હતી. તે બાદ તેની પાસે 5 લાખ રૂપિયા આવ્યા અને આ સિલસિલો જારી રહ્યો. તેના અનુસાર યુટયૂબથી 5 લાખ કમાવ્યા બાદ તેણે તેનું ઘર બનાવ્યુ અને પરિવારને આર્થિક સંકટથી બહાર નીકાળ્યો. મુંડાની યુટયૂબ ચેનલનું નામ Isak Munda Eating છે. તેના 7.6 લાખ જેટલા સબ્સક્રાબર્સ છે. જે સતત વધતા રહે છે. ચેનલ પર તે 300થી વધુ વીડિયો પોસ્ટ કરી ચૂક્યો છે.

Shah Jina