બ્રેકીંગ ન્યુઝ: ભારતની વાયુ સીમાથી થઇને ચીન જઇ રહેલ વિમાનમાં બોમ્બ, ભારતીય વાયુસેનાના સુખોઈ ફાઈટર જેટ્સે ઘેર્યુ

Breaking : ચીન જઈ રહેલ ઈરાનની ફ્લાઇટમાં બોમ્બ, ભારતીય વાયુસેનાના સુખોઈ ફાઈટર જેટ્સે ઘેર્યુ

ઈરાનથી ચીન જઈ રહેલા પેસેન્જર પ્લેનમાં બોમ્બ હોવાના સમાચાર સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો છે. એક ઈરાની પેસેન્જર પ્લેન ભારતીય હવાઈ ક્ષેત્રમાંથી પસાર થઈ રહ્યું છે જે દરમિયાન તેમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. લાહોર એરપોર્ટ એટીસીએ પ્લેનમાં બોમ્બ હોવાની માહિતી આપી. ત્યાં ભારતે ઇમરજન્સી લેન્ડિંગની મંજૂરી આપી નથી. તમને જણાવી દઈએ કે, એરક્રાફ્ટ ભારતીય એરસ્પેસમાંથી પસાર થવાનું હતું, ત્યારબાદ દિલ્હી એરપોર્ટથી જયપુર એરપોર્ટ સુધીની માહિતી આપવામાં આવી હતી, (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

જેના પછી એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ. એવા અહેવાલો છે કે વિમાને ઇમરજન્સી લેન્ડિંગ માટે ભારત પાસે પરવાનગી માંગી હતી, જેને સત્તાવાળાઓએ મંજૂરી આપી ન હતી. પ્લેન દિલ્હી અને જયપુરમાં લેન્ડ કરવા માંગતું હતું પરંતુ તેમને પરવાનગી આપવામાં આવી ન હતી. હવે આ ફ્લાઈટ ચીન તરફ આગળ વધી રહી છે. ઈરાનની રાજધાની તેહરાનથી ચીન જઈ રહેલા વિમાનમાં બોમ્બ હોવાની માહિતી મળતા ખળભળાટ મચી ગયો. આ વિમાને દિલ્હી અને જયપુરના એરસ્પેસમાં લગભગ 45 મિનિટ સુધી ઉડાન ભરી હતી.

પરંતુ તેને ઉતરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આ પ્લેન લગભગ અઢી કલાક સુધી હવામાં હતું. પોલીસને ફ્લાઈટ નંબર IRN081માં બોમ્બ મૂકવાનો કોલ મળ્યો હતો. 9.20 વાગ્યે કોલ આવ્યા બાદ ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી. કહેવામાં આવી રહ્યું છે કે આ વિમાન લાહોર એટીસી દ્વારા આપવામાં આવ્યું હતું. તેહરાનથી ચીનના ગુઆંગઝૂ જતી મહાન એરની ફ્લાઈટે દિલ્હી એરપોર્ટ ATC સાથે વાત કરી હતી. મીડિયા અહેવાલ અનુસાર, તેહરાનથી ચીનના ગુઆંગઝૂ જતી મહાન એરની ફ્લાઈટે દિલ્હી એરપોર્ટ એટીસી સાથે વાત કરી હતી. વિમાનના પાયલટને બોમ્બની

ધમકીનો કોલ મળતા જ તેણે દિલ્હી એટીસીનો સંપર્ક કર્યો. દિલ્હી એટીસીએ પ્લેનને જયપુરમાં લેન્ડ કરવાની સલાહ આપી હતી પરંતુ પાઇલટે ઇનકાર કરી દીધો હતો અને ભારતીય હવાઈ ક્ષેત્ર છોડી દીધું. સમાચાર એજન્સી એએનઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે ઈરાની વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતાની સાથે જ ભારતીય વાયુસેનાના સુખોઈ વિમાનો સક્રિય થઈ ગયા હતા. જોકે, થોડા સમય બાદ ઈરાની વિમાન તેના ગંતવ્ય ચીન જવા રવાના થઈ ગયું હતું. પ્રાપ્ત માહિતી અમુસાર, ભારતીય વાયુસેના પણ એલર્ટ પર આવી ગઈ છે. વાયુસેનાએ પંજાબ અને જોધપુર એરબેઝની ઉડાન પાછળ બે સુખોઈ એરક્રાફ્ટ મૂક્યા છે.

Shah Jina