આમિર ખાનની લાડલી ઈરા ખાન ચાર વર્ષથી આ બીમારીથી ઝઝૂમી રહી છે, જાણીને રુવાડા ઉભા થઇ જશે

આટલી મોટી હસ્તીની દીકરી આ બીમારીથી તડપી રહી છે, જાણીને અક્કલ કામ નહિ કરે

છેલ્લા ઘણા વર્ષોથી બોલિવુડ સુપરસ્ટાર આમિર ખાનની દીકરી ઈરા ખાન ડિપ્રેશનમાં છે. આ વાતનો ખુલાસો તે પહેલા જ સોશિયલ મીડિયામાં કરી ચૂકી છે. હાલમાં જ ઈરા ખાને એક નવો વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તેણે જણાવ્યુ છે કે, ડિપ્રેશનમાં હોવા છતાં તેના કઝિન જાયન ખાનના લગ્નમાં જઇને તેને કેવું લાગ્યું.

થોડા દિવસો પહેલા ઈરા ખાન પિતા આમિર ખાન અને કઝિન ઇમરાન ખાન સાથે જાયન મેરી અને આકાશ મોહિમેનના લગ્નમાં ગઇ હતી. આ વિશે વાત કરતા તેણે કહ્યુ કે, તે નવા લગ્ન થયેલ કપલ માટે ઘણી ખુશ છે. પરંતુ તે તેના જીવનમાં ઘણી દુ:ખી છે. વીડિયોમાં ઈરા કહે છે કે, એવું વિચાર્યુ હતુ કે, મારી મેન્ટલ હેલ્થ સાથે જોડાયેલા વીડિયો રોજ શેર કરતી રહીશ પરંતુ મારી હાલતને કારણે એવું ન કરી શકી. રોવું, ખાવુ અને સૂવુ જ મારૂ રૂટિન છે.

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@khan.ira)

વીડિયોમાં ઈરા કહે છે કે, હું કામ કરતી અને ઘરે આવતી પછી ફરી કામ કરતી અને ઘરે આવતી. ઘરે આવીને રોતી. પછી એ જ કામને કરવા માટે ઉતાવળમાં રહેતી.

આમિર ખાનની લાડલી ઈરા ખાને ગયા વર્ષે એક્ટોબરમાં જ સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો હતો કે, તે ચાર વર્ષથી ડિપ્રેશનમાં છે. ઈરા આમિર ખાન અને રીના દત્તની દીકરી છે.

Shah Jina