22 વર્ષની આ છોકરી બની દાઉદની ડોંગરીની લેડી ડોન, જાણો કેમ પોલિસને ખબર કરવાથી પણ કાંપતા હતા લોકો

22 વર્ષની લેડી ડોન : જ્યાં દાઉદનો ચાલતો હતો સિક્કો, ત્યાં લેડી ડોન બની ઇકરા, જાણો કહાની

તમે અંડરવર્લ્ડ સાથે જોડાયેલી ઘણી વાતો સાંભળી, વાંચી અને જોઈ હશે. 70, 80 ના દાયકાથી નવી સદી સુધીની વાર્તા. ડોંગરીનો ઉલ્લેખ દરેક જગ્યાએ થાય છે. એ જ ડોંગરી જેને લોકો દાઉદની ડોંગરી કહે છે. પરંતુ, હવે એક 22 વર્ષની છોકરીનો ત્યાં સિક્કો ચાલે છે. ત્યાંથી તે આખા મુંબઈમાં પોતાનું નેટવર્ક ચલાવે છે. આ લેડી ડોનનું નામ ઇકરા કુરેશી છે. જે વિસ્તારમાં દાઉદની મિલકત છે. દાવો કરવામાં આવે છે કે આખા વિસ્તારમાં દાઉદના લોકો છે. જે વિસ્તાર વિશે એવું કહેવાય છે કે અહીંની દરેક પ્રવૃત્તિ અંડરવર્લ્ડ દ્વારા ચલાવવામાં આવે છે. ઇકરા આ જ વિસ્તારમાં ડગનો બિઝનેસ કરીને ડગ ક્વીન બની ગઈ છે.

દાઉદ

એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઇકરાને 5 વર્ષનું બાળક પણ છે. તે સોશિયલ મીડિયા દ્વારા ડગનો વેપાર કરે છે. તેનો બિઝનેસ આખા મુંબઈમાં ફેલાયેલો છે. તેની નીચે ઘણી મહિલાઓ છે, જેમના દ્વારા તે મુંબઈના બાર અને ડિસ્કો થેકમાં ડગ સપ્લાય કરે છે. ઇકરા વિશે એવું કહેવાય છે કે તે ખૂબ જ હિંમતવાન છે. જો કોઈ તેની વિરુદ્ધ બોલે છે, તો તે તેના પર હુમલો કરે છે. તેના નેટવર્ક ક્યાંથી કયાં જોડાયેલા છે, પોલીસ તેની તપાસ કરી રહી છે. પતિ અને બોયફ્રેન્ડને જેલમાં બંધ કર્યા બાદ પણ તે કેવી રીતે નેટવર્ક ચલાવી રહી છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

હકીકતમાં, આ વર્ષે માર્ચ મહિનામાં એનસીબીને માહિતી મળી હતી કે ડોંગરી સ્થિત બિલ્ડિંગ હાજી કાસમ ચાલમાં ડગનો સપ્લાય છે. પોલીસે દરોડો પાડતાં ત્યાંથી ડગ સાથે 52 ગ્રામ મેફેડ્રોન મળી આવ્યુ હતુ. તેની વિરૂદ્ધ 2020માં હુમલો કરવા માટે નાગપાડા, મુંબઈમાં એફઆઈઆર નોંધાયેલ છે. આ પછી મુંબઈ એનસીબીના તત્કાલીન ચીફ સમીર વાનખેડેએ જણાવ્યું કે ઇકરા વોન્ટેડ હતી. દાઉદના ડગ માફિયા ચિંકુ પઠાણની ધરપકડ બાદ ઇકરાની શોધખોળ ચાલી રહી હતી.

ઇકરા કુરેશી

ચિંકુએ જ ઇકરા વિશે માહિતી આપી હતી. ત્યારથી એનસીબી તેની પાછળ હતી. ઇકરા કુરેશી એમડી ડગ, એલએસડી અને ચરસનો સૌથી મોટી સપ્લાયર બની. ડોંગરીમાં તે લેડી ડોન તરીકે ઓળખાતી. એનસીબીની ટીમ સતત તેને શોધી રહી હતી. તે માત્ર 2 થી 4 દિવસ માટે એક ફોનનો ઉપયોગ કરતી હતી. દરેક નવા ફોન સાથે તે નવો નંબર લેતી હતી. આવી સ્થિતિમાં પોલીસ તેને પકડી શકતી ન હતી. જ્યારે પોલીસે તેને પકડી ત્યારે તેની પાસેથી 1.5 લાખ રૂપિયાનું ડગ મળી આવ્યું હતું.

પોલીસ તેના સમગ્ર નેટવર્કના તળિયે જવાનો પ્રયાસ કરી રહી છે. તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે અને પોલીસ તપાસ કરી રહી છે. તમે સાંભળ્યું જ હશે કે તપાસ એજન્સીઓ ગુનેગારો પર નજર રાખે છે. પરંતુ, ઇકરા એનસીબીના અધિકારીઓ પર નજર રાખતી હતી. તે NCB ચીફ સમીર વાનખેડેની દરેક હિલચાલ પર નજર રાખતી હતી. તે ક્યારે ઓફિસે જાય છે કેટલા લોકો સાથે રહે છે ? કોની સાથે મળે છે? ડગ સાથે કોની ધરપકડ કરવામાં આવી?

પ્રતિકાત્મક તસવીર

ઇકરા એટલી બહાદુર છે કે તેણે બેલાર્ડ સ્ટેટમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ઓફિસમાં પણ વેશપલટો કર્યો હતો. એનસીબીને તેના ફૂટેજ પણ મળ્યા છે. તેણે આખી ઓફિસ પર નજર રાખી. NCBની તપાસમાં જાણવા મળ્યું હતું કે ઇકરા સોનુ પઠાણ અને એજાઝ સાયકો મારફતે ડગ ખરીદતી હતી. તે સપ્લાય ચેઇનની મુખ્ય પાત્ર હતી. નાઈટક્લબમાં કેટલી દવાઓ પહોંચવી તે નક્કી પણ તે કરતી હતી.

તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે તેણે તેના 2-3 બાતમીદારોને માર્યા છે. જે કોઈ મોં ખોલશે તે તેના પર હુમલો કરશે. તેના પતિ અને બોયફ્રેન્ડના જેલમાં ગયા પછી તેના ઘણા છોકરાઓ સાથે સંબંધો હતા. લગભગ 22 વર્ષની સુંદર છોકરી મુંબઈના ડોંગરી વિસ્તારની સડકો પર નીકળતી ત્યારે લોકોનો પરસેવો પડી જતો હતો. પોલીસનો બાતમીદાર બનતા પહેલા પણ કોઈ ઘણી વાર વિચારતુ હતુ. કહેવાય છે કે જે કોઈ પોલિસને તેના વિશે જાણ કરતા તે તેની ખરાબ હાલત કરતી.

Shah Jina