IPLમાં માત્ર ક્રિકેટ રોમાંચ જ નથી પરંતુ ગ્લેમરનો તડકો પણ જોવા મળે છે. આ મેગા ટી-20 લીગના મુકાબલા દરમિયાન કેટલીક ફ્રેંચાઇઝીની માલકિન સેંટર ઓફ એક્ટ્રેક્શન બની જાય છે. આજે અમે તમને જણાવવા જઇ રહ્યા છે એ ફીમેલ ઓનર્સ વિશે જે IPL ટીમની અત્યાર સુધીની હોટ અને ગોર્જિયસ ફીમેલ ઓનર્સ છે.
1.શિલ્પા શેટ્ટી : બોલિવુડ અદાકારા શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાએ રાજસ્થાન રોયલ્સમાં 11.7 ટકા હિસ્સો ખરીદ્યો હતો. શિલ્પા ઘણીવાર ટીમને ચિયર કરતી જોવા મળી હતી. આ ટીમ સ્પોટ ફિક્સિંગને કારણે 2 વર્ષ માટે બેન થઇ હતી, જે બાદ આ દંપતિનો રાજસ્થાન ટીમથી માલિકીનો હક ખત્મ થઇ ગયો હતો.
2.પ્રીતિ ઝિંટા : બોલિવુડ અભિનેત્રી પ્રીતિ ઝિંટાને IPLની સૌથી ક્યુટ માલકિન કહેવામાં આવે છે. તેના ડિંપલને ચાહકો ઘણા પસંદ કરે છે. તે પંજાબ કિંગ્સની કો-ઓનર છે. તે ખેલાડીઓને ઘણો સપોર્ટ કરે છે.
3.જૂહી ચાવલા : બોલિવુડ અભિનેત્રી જૂહી ચાવલા કોલકાતા નાઇટ રાઇડર્સની કે-ઓનર છે. KKR ટીમમાં તેમનો હિસ્સો શાહરૂખ ખાન સાથે છે.
4.ગાયત્રી રેડ્ડી : ગાયત્રી રેડ્ડી ડેક્કન ક્રોનિકલના ઓનર ટી વેંકટરામ રેડ્ડીની દીકરી છે, જેની પાસે આઇપીએલની ટીમ ડેક્કન ચાર્જર્સની ઓનરશિપ હતી. તે કેટલાક આઇપીએલ મુકાબલા દરમિયાન સ્ટૈંડ્સમાં નજર આવી હતી. ચાહકોએ તેને સાઉથ અભિનેત્રી સમજી લીધુ હતુ. તે ખેલાડીઓની નીલામીમાં સામેલ થઇ હતી. વર્ષ 2012માં આ ટીમ ખત્મ થઇ ગઇ.
5.કાવ્યા મારન : કાવ્યા મારન સન ગ્રુપના માલિક કલાનિધિ મારનની દીકરી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ તેમની ટીમ છે. કાવ્યા મારન કલાનિધિ મારનની દીકરી અને પૂર્વ કેંદ્રીય મંત્રી દયાનિધિ મારનની ભત્રીજી છે. કાવ્યા સન મ્યુઝિક સાથે જોડાયેલી છે. તે પહેલીવાર વર્ષ 2018માં ટીમ SRHને ચિયર કરતી જોવા મળી હતી.