IPLની ઓપનિંગ સેરેમનીમાં ચમક્યું ચંદ્રયાન, ફરીવાર દુનિયાએ જોઈ ભારતની તાકાત, આકાશમાંથી ઉતર્યો અક્ષય કુમાર, જુઓ વીડિયો
IPL 2024 Opening Ceremony : છેલ્લા ઘણા સમયથી ભારતના જ નહિ દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓ જેની રાહ જોઈને બેઠા હતા તે IPL હવે શરૂ થઇ ગઈ છે. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં 22 માર્ચની સાંજે IPL 2024ની પ્રથમ મેચ પહેલા ઉદ્ઘાટન સમારોહમાં ચાહકોને ઘણું મનોરંજન જોવા મળ્યું. બોલિવૂડ કલાકારો અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફે ઓપનિંગ સેરેમનીની શરૂઆત કરી હતી, જ્યારે એઆર રહેમાન અને સોનુ નિગમ તેમની ગાયકીથી દિલ જીતવામાં સફળ રહ્યા હતા.
પ્રેઝન્ટેશન દરમિયાન એક ઉત્તમ લેસર શો પણ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. જેમાં ચંદ્ર પર ઉતરેલા ભારતના ગૌરવ વિક્રમ લેન્ડરનું લેન્ડિંગ પણ બતાવવામાં આવ્યું હતું. IPLના આ ઉદઘાટન સમારોહ સાથે, સમગ્ર વિશ્વએ ફરી એકવાર ભારતની તાકાત જોઈ. ભારતીય વૈજ્ઞાનિકોએ તેમનું લેન્ડર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતાર્યું હતું. ભારત આવું કરનાર વિશ્વનો પ્રથમ દેશ પણ છે. ચેપોક ક્રિકેટ સ્ટેડિયમમાં લેસર શોમાં વિક્રમ લેન્ડરને જોઈને ચાહકો સંપૂર્ણપણે દંગ રહી ગયા હતા. આ લેસર શોએ બતાવ્યું કે કેવી રીતે લેન્ડર દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું.
ઓપનિંગ સેરેમનીની શરૂઆત અક્ષય કુમારે કરી હતી જેની એન્ટ્રીએ બધાને ચોંકાવી દીધા હતા. અક્ષર કુમાર ચેપૌકના મેદાન પર આકાશમાંથી ઉતર્યા. અક્ષયના હાથમાં ત્રિરંગો હતો અને ત્યારબાદ તેણે તેને અભિનેતા ટાઈગર શ્રોફને આપ્યો હતો. પોતાના જબરદસ્ત ડાન્સ માટે પ્રખ્યાત ટાઈગર શ્રોફે ફરી એકવાર અદ્ભુત ડાન્સ કર્યો અને પોતાના નક્કર શરીરને પણ ફ્લોન્ટ કર્યું. ચેપોકના મેદાનમાં બંનેએ બાઇક પણ ચલાવી હતી.
⚡️⚡️
Chennai erupts in joy as @akshaykumar leaves his mark at the #TATAIPL Opening Ceremony pic.twitter.com/TMuedfuvyU
— IndianPremierLeague (@IPL) March 22, 2024
અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફના ડાન્સ પરફોર્મન્સ બાદ સિંગર્સ એકઠા થયા હતા. સોનુ નિગમ, એઆર રહેમાન, મોહિત ચૌહાણ જેવા મહાન ગાયકોએ વિશ્વને તેમના અવાજ પર નાચવા માટે મજબૂર કરી દીધું. ઓપનિંગ સેરેમની બાદ બીસીસીઆઈ અને આઈપીએલના અધિકારીઓનું સ્ટેજ પર સન્માન કરવામાં આવ્યું હતું. આરસીબી અને ચેન્નાઈ સુપર કિંગ્સ બંને ટીમોના કેપ્ટન પણ સ્ટેજ પર પહોંચ્યા હતા.
@arrahman has left everyone in awe of his brilliance at the #TATAIPL Opening Ceremony pic.twitter.com/tbiiROXdog
— IndianPremierLeague (@IPL) March 22, 2024