લાંબા વાળ…આંખો પર ચશ્મા, IPL 2024 પહેલા નવા લુકમાં ધોનીએ મચાવ્યો કોહરામ, વધી ગયુ ઇન્સ્ટાગ્રામનું તાપમાન

IPL 2024 પહેલા મહેન્દ્ર સિંહ ધોનીના નવા લુકે ઇન્ટરનેટ પર મચાવ્યો તહેલકો, માહી ભાઇ આગળ તો હીરો પણ શરમાઇ જાય…

IPL 2024 પહેલા મહેન્દ્ર સિંહ ધોની પોતાના નવા લુકથી ચાહકોના દિલ પર રાજ કરવા આવી ચૂક્યો છે. IPL 2024ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે 22 માર્ચે રમાશે. આ મેચ પહેલા CSKના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો નવો લુક સામે આવ્યો. ધોનીનો આ વિન્ટેજ લૂક ચાહકોને ઘણો પસંદ આવી રહ્યો છે.

ફેમસ સેલિબ્રિટી સ્ટાઈલિશ આલીમ હકીમે IPL 2024 પહેલા ધોનીને નવો લુક આપ્યો છે. જેમાં લાંબા વાળ અને આંખોમાં ચશ્મા સાથે થાલા એકદમ સ્માર્ટ જોવા મળી રહ્યો છે. કેટલીક તસવીરોમાં ધોની એકલો પોઝ આપતો તો કેટલીક તસવીરોમાં આલિમ હકીમ સાથે પોઝ આપતો જોવા મળે છે.

ધોનીની તસવીરો શેર કરતા આલીમ હકીમે લખ્યું, ધ વન એન્ડ ઓન્લી અવર થાલા – મહેન્દ્ર સિંહ ધોની. સામે આવેલી તસવીરોમાં ધોની બ્લેક સ્લીવલેસ સ્કિન ટી-શર્ટ અને જીન્સમાં જોવા મળી રહ્યો છે. આ સાથે તેણે એવિએટર ફ્રેમના ગોગલ્સ પહેર્યા છે અને ગળામાં ચાંદીની ચેન અને હાથમાં સ્ટાઇલિશ ઘડિયાળ જોવા મળી રહી છે.

આ સિવાય તેણે પોતાના ખભા પર બ્લેક બેગ પણ કેરી કરી છે. જણાવી દઇએ કે, આલીમ હકીમ મશહૂર સ્ટાઈલિશ છે, જે તે બોલિવૂડ સ્ટાર્સની સાથે સાથે ક્રિકેટરોને પણ ગ્રુમિંગ કરે છે. આ પહેલા પણ હકીમ ધોનીને અલગ લુક આપી ચૂક્યા છે.

હકીમે તાજેતરમાં જ વિરાટ કોહલીને પણ નવો લુક આપ્યો છે, જેની પણ તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જે વાયરલ થઈ હતી.

Shah Jina