IPL 2024 : હરાજી પહેલા ખેલાડીઓનું લિસ્ટ થયું જાહેર, આ 333 ખેલાડીઓ જોડાશે ઓક્શનમાં, લાગશે તમેના પર બોલી, જુઓ

IPL 2024ના ઓક્શન પહેલા ખેલાડીઓનું ફાઇનલ લિસ્ટ થયું જાહેર, 333 ખેલાડીમાંથી 23 ખેલાડીઓની બેઝ પ્રાઈઝ છે 2 કરોડ, જુઓ

IPL 2024 Auction List :BCCIએ 11 ડિસેમ્બરે IPL ઓક્શન 2024ની અંતિમ યાદી જાહેર કરી હતી. IPLની આગામી સિઝન માટે હરાજી માટે 333 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં 214 ભારતીય અને 119 વિદેશી ખેલાડીઓ છે. હરાજીમાં માત્ર 77 ખેલાડીઓ જ વેચી શકાશે. તેમાં 30 વિદેશી ખેલાડીઓ માટે સ્લોટ છે, જેને ફ્રેન્ચાઈઝી ખરીદતી જોઈ શકે છે. આ વખતે દુબઈમાં હરાજીનું આયોજન કરવામાં આવશે.

23 ખેલાડીઓ 2 કરોડની બેઝ પ્રાઈઝ સાથે :

હકીકતમાં IPL 2024ની હરાજી માટે કેપ્ડ ખેલાડીઓની સંખ્યા 116 છે. તે જ સમયે, 215 અનકેપ્ડ ક્રિકેટર્સ છે. આ યાદીમાં બે સહયોગી દેશોના ખેલાડીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. 23 ખેલાડીઓએ 2 કરોડ રૂપિયાની સર્વોચ્ચ બેઝ પ્રાઈઝમાં પોતાના નામ મૂક્યા છે. તે જ સમયે, 1.5 કરોડ રૂપિયાના બ્રેકેટમાં 13 ક્રિકેટર છે. તમને જણાવી દઈએ કે કુલ 23 ખેલાડીઓના નામ 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં ઉપલબ્ધ છે, જ્યારે 13 ખેલાડીઓની બેઝ પ્રાઈસ 1.5 કરોડ રૂપિયા રાખવામાં આવી છે.

કોણ છે આ લિસ્ટમાં :

આ સિવાય 1 કરોડ, 50 લાખ, 75 લાખ, 30 લાખ અને 20 લાખની બેઝ પ્રાઈસ ધરાવતા ખેલાડીઓ પણ આ યાદીમાં સામેલ છે. ભારતના હર્ષલ પટેલ, ઉમેશ યાદવ અને શાર્દુલ ઠાકુરે 2 કરોડ રૂપિયાનું બેઝ પ્રાઈઝ પસંદ કર્યું છે. તે જ સમયે, ઓસ્ટ્રેલિયન ટીમના ટ્રેવિસ હેડ, પેટ કમિન્સ, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, જોશ ઈંગ્લિશ, જોશ હેઝલવુડ અને સીન એબોટની બેઝ પ્રાઈસ પણ 2 કરોડ રૂપિયા છે. ઈંગ્લેન્ડ તરફથી હેરી બ્રુક, બ્રુક ક્રિસ વોક્સ, જેમ્સ વિન્સ, જેમી ઓવરટોન, આદિલ રાશિદ, ડેવિડ વિલી અને બેન ડકેટ પણ આ યાદીમાં સામેલ છે. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકાના રિલો રુસો, રાસી વાન ડેર ડ્યુસેન, ગેરાલ્ડ કોએત્ઝી, ન્યુઝીલેન્ડના લોકી ફર્ગ્યુસન, અફઘાનિસ્તાનના મુજીબ ઉર રહેમાન અને બાંગ્લાદેશના મુસ્તફિઝુર રહેમાનની મૂળ કિંમત 2 કરોડ રૂપિયા છે.

કઈ ટીમમાં કેટલા ખેલાડીઓની જરૂર છે ? :

ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમમાં 6 જગ્યાઓ ખાલી છે, જેમાંથી 3 વિદેશી ખેલાડીઓ માટે છે, જ્યારે દિલ્હી કેપિટલ્સને 9 ખેલાડીઓની જરૂર છે, જેમાંથી 4 વિદેશી ખેલાડીઓ છે. ગુજરાત ટાઇટન્સ હરાજીમાં 8 ખેલાડીઓ ખરીદી શકે છે જેમાંથી 2 વિદેશી હશે. KKR પાસે 12 ખેલાડીઓની જગ્યા ખાલી છે. જેમાંથી 4 વિદેશી છે. લખનઉ સુપરજાયન્ટ્સની ટીમે 2 વિદેશી સહિત 6 ખેલાડીઓ ખરીદવા પડશે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં 8 ખેલાડીઓ ખાલી છે. પંજાબ કિંગ્સ, આરસીબી, રાજસ્થાન અને હૈદરાબાદ પાસે અનુક્રમે 8, 6, 8, 6 ખેલાડીઓની જગ્યા ખાલી છે.

Niraj Patel