ખેડુતના ચહેરા ઉપર જ અચાનક ધડામ દઈને ફાટ્યો iPhone, જઈ શકે છે આંખોની રોશની, તસવીરો જોઈને રૂંવાડા ઉભા થઇ જશે

iPhone ના ચાહકો માટે ધ્રાસ્કો પડે એવી ઘટના: લક્ઝુરિયસ આઈફોન ફાટ્યો, ચારે બાજુ ચીસાચીસ થઇ ગઈ, પરિવારે જોયું તો હોશ ઉડી ગયા

છેલ્લા ઘણા સમયથી મોબાઈલ ફાટવાની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. આવા અકસ્માતમાં ઘણા લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે અને ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે. ઘ્નાયરવ ચાર્જિંગમાં રાખેલા મોબાઈલની બેટરી ધડામ થઈને ફાટે છે અને આસપાસ રહેલ વ્યક્તિ ઈજાગ્રસ્ત બને છે, ત્યારે હાલ એવો જ એક મામલો સામે આવ્યો છે જેમાં એક ખેડૂતનો મોબાઈલ ફાટવાના કારણે તેની આંખોની રોશની જઈ શકે છે.

એક 28 વર્ષીય ખેડૂત iPhone 8 નો ઉપયોગ કરી રહ્યો હતો. ત્યારે અચાનક તેના મોં પાસે ફોન ફૂટ્યો. પરિવારજનોમાં ગભરાટ ફેલાયો હતો. તેને ટૂંક સમયમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. પરંતુ તેમ છતાં તે તેની દૃષ્ટિ ગુમાવી શકે છે. લિએન્ડ્રો બ્રાઝિલ સિલ્વા નામના વ્યક્તિએ ત્રણ મહિના પહેલા ઓનલાઈન સ્ટોરમાંથી આ ફોન ખરીદ્યો હતો.

(પ્રતીકાત્મક તસવીર)

પરિવારના જણાવ્યા અનુસાર હવે ફોન વિસ્ફોટને કારણે લિએન્ડ્રોની જમણી આંખની દૃષ્ટિ કાયમ માટે ગુમાવી શકે છે. લિએન્ડ્રોની બહેને કહ્યું કે બીજી આંખથી પણ તે લગભગ 60 ટકા સ્પષ્ટતા સાથે જ જોઈ શકે છે. ડેઈલી સ્ટારના અહેવાલ અનુસાર, લિએન્ડ્રોની બહેન નિવિયન બ્રાઝિલ સિલ્વાએ ઘટના વિશે જણાવ્યું કે પરિવારના સભ્યો માતા સાથે રવિવારના ભોજન માટે પહોંચ્યા હતા. આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો.

આ ઘટના ઉત્તર બ્રાઝિલના સિએરાની છે. ડેઈલી સ્ટારનું કહેવું છે કે આ અંગે એપલ કંપની પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે અને તેમના જવાબની રાહ જોવાઈ રહી છે. લિએન્ડ્રોની બહેન નિવિયન બ્રાઝિલ સિલ્વાએ કહ્યું “અમે લિવિંગ રૂમમાં હતા અને લિએન્ડ્રો રસોડામાં તેનો ફોન વાપરી રહ્યો હતો. પછી અમે જોરથી અવાજ સાંભળ્યો અને તેણે બૂમો પાડવાનું શરૂ કર્યું કે મારી આંખો ફાટી ગઈ છે. અમે રસોડામાં પહોંચ્યા તો જોયું કે ફોનમાં આગ લાગી હતી. અમે લિએન્ડ્રોની આંખ ધોઈ અને તરત જ તેને હોસ્પિટલ લઈ ગયા.”

લિએન્ડ્રોની બહેને બ્રાઝિલિયન મીડિયાને જણાવ્યું “હોસ્પિટલના ડૉક્ટરોએ તેને એનેસ્થેસિયા આપ્યો કારણ કે તે ખૂબ પીડામાં હતો. ડૉક્ટરોએ કહ્યું કે લિએન્ડ્રોની સર્જરી થવી જોઈએ કે નહીં, તેની તપાસ થઈ રહી છે. નિવિયાને કહ્યું કે પરિવારના સભ્યો પાસે સમય નથી. જો ટૂંક સમયમાં કંઈ કરવામાં ન આવે તો લિએન્ડ્રો તેની દૃષ્ટિ ગુમાવી શકે છે. તેમણે કહ્યું અમે નેત્ર ચિકિત્સકની શોધમાં છીએ, કારણ કે આ હોસ્પિટલમાં કોઈ આંખના નિષ્ણાત નથી.

Niraj Patel