અમદાવાદી રેલવે-ટ્રેક પર રીલ્સ બનાવવા ગયો અને આ રીતે તડપી તડપીને મરી ગયો, સમગ્ર ઘટના જાણીને ધ્રુજી ઉઠશો

હાલમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ દુનિયાભરમાં છે અને અત્યારના યુવાનો અને યુવતિઓ ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ બનાવી અને સોશિયલ મીડિયામાં ફેમસ થવા ઇચ્છતા હોય છે. પરંતુ ઘણીવાર આવું કરવુ ઘણુ ભારે પડતુ હોય છે. લોકો ઘણીવાર તો જીવના જોખમે વીડિયો બનાવતા હોય છે અને વીડિયોના ચક્કરમાં તેમનુ જીવન દાવ પર લાગી જતુ હોય છે. હાલમાં જ ગઇકાલના રોજ એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં એક યુવક રેલવે ટ્રેક પર વીડિયો બનાવી રહ્યો હતો અને અચાનક માલગાડી આવી જેને કારણે તેને ટક્કર વાગી અને તેનું મોત નિપજ્યુ હતુ. ત્યારે હાલ ફરી એક આવો જ કિસ્સો સામે આવ્યો છે, જે અમદાવાદનો છે.

અમદાવાદના રાણીપમાં એક 15 વર્ષિય સગીર કે જેનું નામ પ્રેમ પંચાલ છે અને તે રાણીપ ઘનશ્યામવાડી સામે પદ્માવતી સોસાયટી આવેલી છે તેના વિભાગ-2માં રહેતો હતો અને ધોરણ 12માં અભ્યાસ કરતો હતો, તેને ઇન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવવાનો ઘણો શોખ હતો અને તે અલગ અલગ જગ્યાએ જઇ વીડિયો બનાવી અને સોશિયલ મીડિયામાં અપલોડ કરતો હતો. સોમવારે સાંજે પ્રેમ તેના મિત્ર સાથે રીલ્સ બનાવવા માટે નીકળ્યો હતો. તે રેલવે ટ્રેક પર રીલ્સ બનાવવા ગયો હતો, તેણે આ અગાઉ પણ રેલવે ટ્રેક પર વીડિયો બનાવ્યા છે અને તેને જ કારણે તે ફરી એકવાર ત્યાં રીલ્સ બનાવવા ગયો. આ દરમિયાન તે સાબરમતી સેન્ટ્રલ જેલ સામે આવેલ રેલવે ટ્રેક પર ગયો હતો.

વીડિયો બનાવવામાં તે પોતાનું ભાન ભૂલ્યો અને ટ્રેનના કોચ પર ચઢ્યો. ત્યાં પસાર થઇ રહેલ હાઇ વોલ્ટેજ વીજ પ્રવાહની લાઇનથી કરંટ લાગતા તે નીતે પટકાયો હતો અને તાત્કાલિક તેના પરિવારને તેના મિત્ર દ્વારા જાણ કરવામાં આવી જે બાદ તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પ્રેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાલમાં પોલિસને જાણ થતા તેઓ દોડી આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી હતી.

પ્રેમ પંચાલ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેના 800થી વધુ ફોલોઅર્સ પણ છે. તેણે લગભગ પાંચેક મહીના પહેલા તેની પહેલી પોસ્ટ અપલોડ કરી હતી અને અત્યાર સુધી તે લગભગ 60-70 પોસ્ટ અપલોડ કરી ચૂક્યો હતો. જો કે, આ પહેલીવાર નથી કે આવી રીતે વીડિયો બનાવવાના ચક્કરમાં કોઇનું મોત થયુ હોય, આ પહેલા પણ આવા કિસ્સા આવી ચૂક્યા છે. ત્યારે હવે યુવાનોએ આવા પ્રકારના જોખમ ઉઠાવતા પહેલા ઘણો વિચાર કરવો જોઇએ.

Shah Jina