“રામ રાખે તેને કોણ ચાખે ?” જુઓ વીડિયોમાં વેઇટરે કેવી રીતે બચાવ્યો આ માસુમ બાળકનો જીવ !!

સોશિયલ મીડિયાની અંદર એવી એવી ઘટનાઓના વીડિયો સામે આવે છે કે તે જોઈને કોઈના પણ હોશ ઉડી જાય. ઘણા વીડિયોની અંદર કેટલાક લોકો બીજા લોકોના જીવ બતાવતા પણ જોવા મળે છે. ત્યારે હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વેઈટર બાળકનો જીવ બચાવતો જોવા મળે છે.

આપણે ત્યાં એક કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે. આવું જ કંઈક  આ વીડિયોની અંદર  એજ વાત સાબિત થતી જોવા મળી રહી છે. જેમાં જોવા મળી રહ્યું છે કે એક બાળક તેની માતાને તેની પસંદગીની ચોકલેટ ન મળવાના ગુસ્સામાં તેને હોટલમાં ધક્કો મારી ફ્રિજ તરફ જઈ રહ્યું છે. છે. આ બાળક ઉતાવળે ફેન્સી શો કેસમાંથી ચોકલેટ્સ લેવા માટે દરવાજો ખોલવાનો પ્રયત્ન કરે છે.

પરંતુ આ દરમિયાન તે તેનું સંતુલન જાળવી શકતો નથી અને ફ્રિજ તેના ઉપર પડવા લાગે છે. આ દરમિયાન જ હાથમાં ખાવાની ટ્રે લઈને ગ્રાહકને આપવા માટે જઈ રહ્યો હોય છે  તેની નજર બાળક ઉપર પડે છે, કે તરત તે પોતાની ટ્રે ફેંકી અને ફ્રીજને પકડી લે છે અને બાળકને બચાવી લે છે. સોશિયલ મીડિયામાં આ ઘટના ખુબ જ વાયરલ થઇ રહી છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આ બાળકની માતા પણ આવીને ફ્રિજ પકડી લે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થવાની સાથે જ લોકો કોમેન્ટ કરી અને સાવચેતી રાખવાની વાત પણ જણાવી રહ્યા છે. તો ઘણા લોકો વેઇટરની પણ પ્રસંશા કરી રહ્યા છે કે આ વેઈટર બાળક માટે ભગવાન બનીને આવ્યો.

Niraj Patel