ચંદ્રયાન-3એ કર્યુ હતુ લેંડ, ત્યારે હવામાં હતુ પ્લેન…પછી થયુ કંઇક એવું કે…વીડિયો થયો વાયરલ

ચંદ્રયાન-3ની લેંડિંગનું પૂરા દેશમાં મનાવવામાં આવ્યુ જશ્ન, ઇન્ડિગો ફ્લાઇટના યાત્રીઓએ હવામાં જતાવી ખુશી

Indigo Flight Passanger on Chandrayaan 3 : ચંદ્રયાન-3એ ચંદ્રની સપાટી પર ઉતરાણ કરીને ઈતિહાસ રચ્યો છે. ભારતની આ સફળતાનું દ્રશ્ય આખી દુનિયાએ જોયું. ISRO દ્વારા મોકલવામાં આવેલ ચંદ્રયાન-3 23 ઓગસ્ટ બુધવારે સાંજે 6 વાગ્યે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું. ચંદ્રયાન-3ના સફળ ઉતરાણે સમગ્ર દેશવાસીઓમાં ઉત્સાહ ભરી દીધો હતો. જે સમયે ચંદ્રયાન-3એ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કર્યું તે સમયે ઈન્ડિગો ફ્લાઈટમાં ઘણા મુસાફરો સવાર હતા.

ચંંદ્રયાન-3ની સફળતાની ઉજવણી હવામાં પણ થઇ
ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગના સમાચાર પ્લેનના મુસાફરોને મળતા જ તેઓ આનંદથી ઉછળી પડ્યા હતા. આ દરમિયાનનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વિક્રમ લેન્ડર મોડ્યુલ ચંદ્રની સપાટીને સ્પર્શતાની સાથે જ ઈન્ડિગોના પાયલટે મુસાફરોને ઈસરોના ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ વિશે જાણકારી આપી હતી. એક હ્રદયસ્પર્શી વિડિયો સામે આવ્યો છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે ઈન્ડિગો ફ્લાઈટના પાઈલટે ભારતની મોટી સિદ્ધિની જાહેરાત કરી અને મુસાફરોને ભારત માટે ગર્વની ક્ષણ વિશે અપડેટ આપી.

5,000 ફૂટની ઉંચાઈએ ઇન્ડિગો ફ્લાઇટના મુસાફરોએ કરી ઉજવણી
ઈસરોના ચંદ્રયાન 3ના સફળ ઉતરાણના સમાચાર બાદ જમીનથી 35,000 ફૂટની ઉંચાઈએ ઉડાનમાં ઉજવણી કરવામાં આવી હતી. ઈન્ડિગોના પાઈલટને એમ કહેતા સાંભળવામાં આવ્યા કે, “કેપ્ટન રાજીવ અને મને એ જાહેરાત કરતાં ખૂબ જ આનંદ થાય છે કે ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવેલ ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડ થયુ છે. અમે ઈસરોને આ નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન આપીએ છીએ. જય હિન્દ.

વીડિયો થયો વાયરલ
વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એર હોસ્ટેસ સહિત તમામ મુસાફરોએ આ ઐતિહાસિક સફળતા પર આનંદ અને ગર્વથી તાળીઓ પાડી હતી. કેટલાક યુઝર્સે આ વીડિયો પર કોમેન્ટ પણ કરી છે. એક યુઝરે લખ્યું, “ખરેખર કેટલી ગર્વની ક્ષણ છે!

IndiGo પર દરેક વ્યક્તિ દ્વારા શેર કરવામાં આવેલ ગર્વ અને સિદ્ધિ વિશે સાંભળવું હૃદયસ્પર્શી છે. આવી ક્ષણો આપણને એક રાષ્ટ્ર તરીકે ખરેખર એક કરે છે.” અન્ય યુઝરે લખ્યું, “આનાથી મને ગૂસબમ્પ્સ મળ્યા!!” આ વિડિયો જોનારા ઘણા લોકોએ ઈન્ડિગો અને તેના સભ્યોની પ્રશંસા કરી.

Shah Jina