અધધ… ઈન્ડિયન વુમન્સ ક્રિકેટ ટીમની શેરનીઓ પર BCCI અને ICCએ કરી ધનવર્ષા

મ્હારી છોરીયાં છોરો સે કમ હૈ કે… આ વાક્ય આપણી ભારતીય વુમન્સ ક્રિકેટ ટીમ માટે કહેવું ખોટું નથી. ભારતની દીકરીઓએ એ કરી બતાવ્યું છે જેની દરેક ભારતીયો વર્ષોથી રાહ જોતા હતા. આ શેરનીઓએ ભારતને ગર્વ અપાવ્યું છે.

ભારતની વુમન્સ ક્રિકેટ ટીમે ઇતિહાસ રચી દીધો છે અને વન-ડે વર્લ્ડ કપ 2025 વિશ્વની ટીમોને હરાવીને પોતાના નામે કર્યો છે. 2જી નવેમ્બરે નવી મુંબઈના ડીવાય પાટીલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને 52 રનથી હરાવ્યું. જેના પછી BCCI અને ICCએ આખી ટીમ પર ધનવર્ષા કરી છે.


વુમન્સ વર્લ્ડ કપ માટે ઈનામી રકમમાં 300 ટકાની વૃદ્ધિ કરવામાં આવી. એ 2.88 મિલિયન ડોલરથી વધારીને લગભગ 14 મિલિયન ડોલર કરવામાં આવી છે. BCCIએ ખેલાડીઓ, કોચ અને સહયોગી સ્ટાફ માટે 51 કરોડ રૂપિયાના ઇનામની પણ જાહેરાત કરી છે.’ICC તરફથી ભારતીય ટીમને ખિતાબ જીતવા બદલ 4.48 મિલિયન ડોલર એટલે કે આશરે 40 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી છે, જે ક્રિકેટ ઇતિહાસમાં અત્યારસુધીની સૌથી મોટી ઇનામી રકમ છે. હરમનપ્રીત કૌરમાં આખી ટીમે ધમાકેદાર પરફોર્મન્સ કરીને ભારતના ઇતિહાસમાં પોતાનું નામ લખી દીધું છે,અને આ જીત જોતા લોકો પોતાની દિકરીઓને એક નવી ઉડાન કરવા ખુલ્લુ આકાશ જરુર આપશે.

POOJA PARMAR
error: Unable To Copy Protected Content!