દુનિયાની સૌથી ગોર્જિયસ અને હોટ ટેનિસ પ્લેયર, ખૂબસુરતીનો તો જવાબ નહિ…એની આગળ તો સાનિયા મિર્ઝા પણ ફેલ

સેંટ લૂઇસની ભૂતપૂર્વ મહિલા ટેનિસ ખેલાડી રેચલ સ્ટલમેન હંમેશા તેની રમત કરતાં તેના દેખાવ માટે વધુ ચર્ચામાં રહે છે. તેને વિશ્વની સૌથી સુંદર ટેનિસ ખેલાડી માનવામાં આવે છે. લોકો આ ભૂતપૂર્વ ટેનિસ ખેલાડીના હોટ લુક્સ અવાર નવાર આશ્ચર્યચકિત થાય છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 3 લાખથી વધુ ફોલોઅર્સ છે. તે સોશિયલ મીડિયા પર તેના ચાહકોને વારંવાર તેના જીવન વિશેની વિગતો સાથે અપડેટ કરે છે.

રેચલ સ્ટલમેન સેન્ટ લૂઇસ માટે ટેનિસ રમી હતી, પરંતુ આ મહિલા ખેલાડી સોશિયલ મીડિયા પર તેની રમત કરતાં તેની હોટનેસ માટે વધુ ટ્રેન્ડ કરતી. ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પણ રેચલ સ્ટલમેનની સુંદરતાની તુલનામાં ફિક્કી પડી જાય. રેચલ યુનાઇટેડ સ્ટેટ્સ માટે જુનિયર સ્તરે ટેનિસ રમી હતી. જો કે, તે એક વ્યાવસાયિક ટેનિસ ખેલાડી તરીકે કારકિર્દી બનાવી શકી ન હતી. પરિણામે તેણે ઇન્ફ્લુએન્સર બનવાનું નક્કી કર્યું.

એક ઇન્ટરવ્યુમાં રેચલે જણાવ્યુ કે તે ટેનિસમાં ઉચ્ચ સ્તર સુધી પહોંચી શકી હોત, પરંતુ તેમાં ઓછામાં ઓછા 5-7 વર્ષ લાગ્યા હોત, એટલે જ તેણે છોડવાનો નિર્ણય લીધો. ડેઇલી સ્ટાર સાથે એક ઇન્ટરવ્યુમાં, તેણે કહ્યુ, “મને ટેનિસ પ્રભાવક તરીકે મારું કામ ગમે છે. ટેનિસ એક જટિલ રમત છે, અને ઘણા લોકો પ્રવાસ અને બધી ટુર્નામેન્ટને સમજી શકતા નથી.

હું તેને સરળ બનાવવા માટે કામ કરું છું. હું ફક્ત ટેનિસ કોર્ટમાં જઈને તસવીરો નથી લેતી. મને ટેનિસ વિષયો પર ચર્ચા કરવામાં, ટુર્નામેન્ટને હાઇલાઇટ કરવામાં અને તેની સાથે સંબંધિત દરેક વસ્તુની ચર્ચા કરવામાં આનંદ આવે છે.” તે મહિલા ગોલ્ફર પેજ સ્પિરાનાકના પગલે ચાલવા માંગે છે. પેજ સ્પિરાનાક ગોલ્ફમાં એક પ્રખ્યાત વ્યક્તિ છે અને તેની ગ્લેમરસ શૈલી માટે ચાહકોમાં લોકપ્રિય છે. રેચલ ટેનિસની દુનિયામાં પોતાનું નામ બનાવવા માંગે છે. તે ફક્ત ટેનિસ દ્વારા જ નહીં પરંતુ તેના ગ્લેમરસ ફોટા અને ફેશન દ્વારા પણ પૈસા કમાય છે.

ટેનિસ ઇન્ફ્લુએન્સર હોવાને કારણે તે ઘણી મોટી ફેશન બ્રાન્ડ્સ સાથે સંકળાયેલી છે, જેનાથી તે ઘણી કમાણી કરે છે. ટેનિસ ઇન્ફ્લુએન્સર હોવા ઉપરાંત, તે તેની ફિટનેસ માટે પણ જાણીતી છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના વર્કઆઉટ વીડિયો શેર કરે છે. તેની ઉત્તમ ફિટનેસને કારણે તે કોઈ મોડેલથી ઓછી દેખાતી નથી.

Shah Jina
error: Unable To Copy Protected Content!