‘આવી રોટલી તો જાનવર પણ ના ખાય…’ ભારતીય વ્યક્તિએ બતાવ્યુ કે સાઉદી અરબમાં કેવી રોટલીઓ મળે છે…વીડિયો જોઇ ચોંકી જશો

ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો સાઉદી અરેબિયામાં કામ કરવા જાય છે. પરિણામે, તેમને ગુજરાન ચલાવવા માટે અનેક સંઘર્ષોનો સામનો કરવો પડે છે. સાઉદી અરેબિયામાં ભારતીય મૂળના કામદારોને રહેવાની ગુણવત્તા નબળી હોવાથી લઈને તેમને મળતા ખોરાકની ગુણવત્તા ઓછી હોવા સુધી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

તાજેતરમાં, એક વીડિયો સામે આવ્યો જેમાં સાઉદી અરેબિયામાં એક ભારતીય મૂળના કામદારે ત્યાં તેમને પીરસવામાં આવતી રોટલી કેવી હોય છે તે દર્શાવ્યું. આ વિડિઓ ઇન્સ્ટાગ્રામ પર @Freedom_At_Midnt નામના હેન્ડલથી શેર કરવામાં આવ્યો હતો. વીડિયોના કેપ્શનમાં લખ્યું હતુ, “છુટ્ટા બળદને ગાય બનાવવાની ફેક્ટ્રી વિશ્વના કયા દેશમાં છે ?

ઘર કી મુરગી દાલ બરાબર લાગે તો આનું દર્દ દેખી અને સમજી બુદ્ધિ સ્વત: યોગ્ય સ્થાને સેટ થઈ જશે.” વીડિયોમાં, તે વ્યક્તિ સમજાવે છે, “આ સાઉદી અરબની રોટલી છે, જે એક રિયાલમાં ચાર પીસ મળે છે. તે શુદ્ધ ઘઉંની છે. ભલે તે બળી ગઈ હોય, ફાટી ગઈ હોય, તમારે તે ખાવી જ પડશે. આ વીડિયોને અત્યાર સુધીમાં 50,000 થી વધુ વ્યૂઝ મળ્યા છે. વીડિયો જોયા પછી, યુઝર્સે વિવિધ પ્રતિક્રિયાઓ વ્યક્ત કરી છે.

NOTE : ઉપરોક્ત આર્ટિકલમાં આપવામાં આવેલ જાણકારી સોશિયલ મીડિયા પોસ્ટ પર આધારિત છે, ગુજ્જુરોક્સ કોઇ પણ પ્રકારની સત્યતાની પુષ્ટિ નથી કરતુ.

Previous Article

દુનિયાની સૌથી ગોર્જિયસ અને હોટ ટેનિસ પ્લેયર, ખૂબસુરતીનો તો જવાબ નહિ...એની આગળ તો સાનિયા મિર્ઝા પણ ફેલ

Next Article

ગંગામાં બિકિની પહેરી વિદેશી યુવતિએ લગાવી ડૂબકી, ઋષિકેશના વાયરલ વીડિયોએ સોશિયલ મીડિયા પર મચાવી બવાલ

error: Unable To Copy Protected Content!