1-2 નહિ 6 પત્નીઓ રાખે છે આ વ્યક્તિ અને બધી એકસાથે પ્રેગ્નેટ…ઘરની અંદરના વીડિયોએ મચાવ્યો તહેલકો

આફ્રિકાથી આવેલા આ ચોંકાવનારા સમાચારે દુનિયાને ચોંકાવી દીધી છે. એક પુરુષની છ પત્નીઓ એક સાથે ગર્ભવતી થઈ, બધી જ કોઈ તબીબી પ્રક્રિયાઓ વિના, એટલે કે નેચરલી. લોકો હવે આ પરિવારને આફ્રિકાના રિયલ લાઇફ પોલિગૈમી કિંગ કહેવા લાગ્યા છે, જેની સરખામણી કેન્યાના પ્રખ્યાત Akuku Danger સાથે કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં બધી છ મહિલાઓને બેબી બંપ સાથે નજર આવે છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમની ગર્ભાવસ્થા પાંચથી સાત મહિનાની વચ્ચે છે. વીડિયો જોયા પછી યુઝર્સ મૂંઝવણમાં છે કે બધી પત્નીઓ એક જ સમયે ગર્ભવતી કેવી રીતે થઈ શકે. અહેવાલો અનુસાર, આ પરિવાર એક દૂરના જંગલી વિસ્તારમાં રહે છે. સવારના સમયે ઘરનું વાતાવરણ કોઇ પ્રાઇવેટ મેટરનિટી વોર્ડ જેવું લાગે છે, કોઇ મોર્નિંગ સિકનેસથી પરેશાન તો કોઇ ક્રેવિંગ્સ પાછળ પતિ સાથે જિદ કરતી હોય છે.

પરિવારના બધા જ કામકાજની જવાબદારી પતિની છે, આ ઉપરાંત તે તેની છ ગર્ભવતી પત્નીઓની સંભાળ રાખે છે. પડોશીઓએ મીડિયાને જણાવ્યું કે આ માણસનું ઘર આજકાલ “પ્રસૂતિ કેન્દ્ર” બની ગયું છે. દરરોજ છ મહિલાઓની વિવિધ જરૂરિયાતો અને મૂડનો સામનો કરવો તેના માટે એક મુશ્કેલ કાર્ય છે. છતાં, તે સંપૂર્ણ સમર્પણ સાથે તેની પત્નીઓની સંભાળ રાખી રહ્યો છે, અને છ નવા મહેમાનોના આગમનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

આ વીડિયોએ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. કેટલાક તેને “કુદરતી ચમત્કાર” કહી રહ્યા છે, જ્યારે કેટલાક તેને “ઓવર-ધ-ટોપ પોલિગૈમી સ્ટોરી” કહી રહ્યા છે. આ વિડીયો ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને રેડિટ પર લાખો વખત જોવામાં આવ્યો છે, અને આટલા મોટા પરિવારનું સંચાલન કરવું કેટલું મુશ્કેલ હશે તે ચર્ચાનો વિષય બન્યું છે.

Previous Article

હવામાં ઉડે છે પેંટ હાઉસ-5 સ્ટાર હોટલથી પણ ખૂબ જ લક્ઝરી બેડરૂમ...55 લાખ રૂપિયાની છે આ શાહી પ્લેનની ટિકિટ

Next Article

પૈઇસાવાલા હો તો અઇસા હો...કરોડપતિના દીકરાએ મોલમાં ફરતા ફરતા કપાવ્યા વાળ !! વીડિયો જોઇ લોકોના મોંથી નીકળ્યા એવા એવા શબ્દો કે....

error: Protected Content!