સેલવાસની પર્વતારોહી શિક્ષિકાને મળ્યું ધ્રુજાવી નાખે તેવું મોત:ગયા વર્ષે એવરેસ્ટ ચઢનારી પ્રથમ મહિલા હતી, બીજા વારમાં મોત મળ્યું, વાંચો સમગ્ર અહેવાલ 

Indian Climber Died: દિલમાં પેસમેકર લાગ્યુ હોવા છતાં માઉન્ટ એવરેસ્ટ પર ચઢીને રેકોર્ડ બનાવવાની ઇચ્છા એક ભારતીય મહિલાના મૃત્યુનું કારણ બની. 59 વર્ષીય ભારતીય પર્વતારોહક સુઝેન લિયોપોલ્ડદના જીસસ (Suzanne Leopoldina Jesus) વિશ્વના સૌથી ઊંચા શિખર પર ચડતી વખતે રસ્તામાં બેઝ કેમ્પમાં બિમાર પડી હતી અને ત્યારબાદ ગુરુવારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. નેપાળના ટૂરિઝમ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર, માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પમાં એક્લાઇમેટિઝેશન એક્સરસાઇઝ કરતી વખતે સુઝેનને સમસ્યા થવા લાગી.

આ પછી તેને સોલુખુંબુ જિલ્લાના લુકલા ટાઉનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં ગુરુવારે તેમનું અવસાન થયું હતું. સુઝેને તેના હૃદયમાં પેસમેકર હોવા છતાં માઉન્ટ એવરેસ્ટ પર ચઢવાનું નક્કી કર્યું હતું. તે પેસમેકર વડે આ શિખર સર કરનાર એશિયાની પ્રથમ મહિલા હોવાનો રેકોર્ડ બનાવવા માંગતી હતી. સુઝેન દુનિયાની છત તરીકે ઓળખાતા માઉન્ટ એવરેસ્ટ પર ચઢવા માટે અયોગ્ય હતી. એક્લાઇમેટિઝેશન એક્સરસાઇઝ દરમિયાન તે સામાન્ય ગતિ જાળવી શકતી ન હતી અને તેને ચઢવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

એક શેરપાએ તેને ન ચઢવાની સલાહ આપી હતી. જો કે, તેણે સલાહને અવગણીને 8,848.86-મીટર ઊંચા શિખર પર ચઢવાનું નક્કી કર્યું, કારણ કે તે પહેલા જ શિખર પર ચઢાણ કરવા માટે જરૂરી પરવાનગી ફી પેમેન્ટ કરી ચૂકી હતી. સુઝેનના અભિયાનના આયોજક, ગ્લેશિયર હિમાલયન ટ્રેક્સના ચેરમેન ડેન્ડી શેરપાએ જણાવ્યું હતું કે સુઝેને એવરેસ્ટ બેઝ કેમ્પથી થોડી ઊંચાઈએ લગભગ 5,800 મીટર સુધી કવર કર્યુ હતુ. આ દરમિયાન તેમની તબિયત લથડવા લાગી તેમ છતાં તે પરત ફરવા તૈયાર ન હતી.

File Pic

આ પછી બુધવારે, જબરદસ્તી તેનું રેસ્ક્યુ કરવા હેલિકોપ્ટર ભાડે લેવામાં આવ્યું. તેને બચાવ્યા બાદ તેને એરલિફ્ટ કરીને લુકલા ટાઉન લઈ જવામાં આવી, જ્યાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ડેંડીના જણાવ્યા અનુસાર, અમે 5 દિવસ પહેલા તે ચઢવા માટે અયોગ્ય હોવાનું કહીને આગળ વધવાની ના પાડી હતી, પરંતુ તે એવરેસ્ટ પર ચઢવા માટે મક્કમ હતી. સુઝેન ચઢાણ માટે યોગ્ય ન હોવાની માહિતી પ્રવાસન વિભાગને પત્ર લખીને આપવામાં આવી હતી,

File Pic

કારણ કે તેને ક્રોમ્પટન પોઈન્ટ સુધી ચઢવામાં 5 કલાકથી વધુનો સમય લાગ્યો હતો, જ્યારે આ સ્થળ બેઝ કેમ્પથી માત્ર 250 કિમી દૂર છે. સામાન્ય રીતે ક્લાઇમ્બર્સ તેને ઠીક કરવામાં માત્ર 15 થી 20 મિનિટ લે છે. તેણે કહ્યું કે સુઝેને પ્રથમ પ્રયાસમાં 5 કલાક, બીજા પ્રયાસમાં 6 કલાક અને ત્રીજા પ્રયાસમાં 12 કલાકથી વધુ સમય આ અંતર પાર કરવા માટે લીધો હતો. તેનું ગળુ પણ સૂજી ગયુ હતુ અને તે યોગ્ય રીતે ખોરાક પણ નહોતી લઇ શકતી. ઉલ્લેખનીય છે કે, મૃતક સેલવાસના ઝંડાચોક ઈંગ્લિશ મીડિયમ શાળાની શિક્ષિકા હતી. સેલવાસ વર્ષ 2022માં એવરેસ્ટ બેસ કેમ્પની યાત્રા કરનાર પ્રદેશની પહેલી પેસમેકર મહિલા હતી.

Shah Jina