યુક્રેન પોલેન્ડ બોર્ડર ઉપર આંખોમાં આંસુઓ સાથે વિધાર્થીએ જણાવી આપવીતી, કહ્યું, “એના કરતા સારું હતું કે અમે ત્યાં જ મરી જતા…”

યુક્રેન પર રશિયાનો હુમલો તેજ થઈ રહ્યો છે. આ દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓને યુક્રેનમાંથી બહાર કાઢવાના પ્રયાસો પણ શરૂ થઈ ગયા છે. દરરોજ વિદ્યાર્થીઓને સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા લાવવામાં આવે છે પરંતુ આવા ઘણા વિદ્યાર્થીઓ છે જે હવે યુક્રેન પોલેન્ડ બોર્ડર પર ફસાયેલા છે. યુક્રેનના ભારતીય વિદ્યાર્થી આર્યનએ તેના સિનિયર વિદ્યાર્થીનો વીડિયો મોકલ્યો છે. વીડિયોમાં વિદ્યાર્થીઓ તેમની અગ્નિપરીક્ષા વિશે વાત કરી રહ્યા છે.

ઓપ ઇન્ડિયાના રીપોર્ટ મુજબ રશિયા-યુક્રેન વિવાદ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઈ રહ્યો છે. આ દરમિયાન રાશિદ રિઝવાન નામના છોકરાનો એક વીડિયો સામે આવ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે કેટલાક વિદ્યાર્થીઓ 10 કલાકથી બોર્ડર પર બેઠા છે પરંતુ કોઈ અધિકારી તેમને મળવા આવ્યો નથી. કોઈ સંપર્ક કરી રહ્યું નથી. વીડિયોમાં રિઝવાનને આંખોમાં આંસુ સાથે કહેતા સાંભળી શકાય છે કે આ સ્થિતિમાં રહેવા કરતાં મિસાઈલનો તે શિકાર થઇ જતો તો તે સારું હતું.

તે પોતાના વીડિયોમાં ભારત સરકાર વિરુદ્ધ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યો છે. તેઓ કહે છે કે માત્ર વાતો જ થઈ રહી છે કે અધિકારીઓ ઉભા છે. પરંતુ કોઈ અધિકારી ઉભા નથી. આ વીડિયો દ્વારા લોકોને સમજાવવામાં આવી રહ્યું છે કે કેવી રીતે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બચાવવા માટે ભારત સરકાર કોઈ પ્રયાસ કરી રહી નથી.

જ્યારે વાસ્તવિકતા એ છે કે યુક્રેનમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે ભારત સરકારે ઓપરેશન ગંગા શરૂ કર્યું છે. રોમાનિયા અને હંગેરીથી 3 ફ્લાઈટમાં લગભગ 710 લોકોને લાવવામાં આવી રહ્યા છે અને રિઝવાન સહિત અન્ય તમામ ભારતીય લોકોને સુરક્ષિત રીતે ભારત લાવવાના પ્રયાસો ચાલુ છે.

યુક્રેનથી ભારતીય વિદ્યાર્થીઓને લાવવાની પ્રક્રિયા સતત ચાલી રહી છે. રવિવારે પણ વિદ્યાર્થીઓને લઈને ફ્લાઈટ આવી છે પરંતુ હજુ પણ ઘણા ભારતીય વિધાર્થીઓ યુક્રેનના અલગ-અલગ શહેરોમાં ફસાયેલા છે. સત્તાવાર માહિતી અનુસાર, અત્યાર સુધીમાં 709 લોકોને યુક્રેનથી ભારત લાવવામાં આવ્યા છે અને બાકીના લોકોને બહાર કાઢવાનું કામ પણ ચાલી રહ્યું છે. રશિયાએ જે રીતે યુક્રેનના રહેણાંક વિસ્તારોમાં પણ હુમલા શરૂ કર્યા છે, જેના કારણે ઘણા ભારતીય વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોની ચિંતા વધવા લાગી છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

રશિયા અને યુક્રેનમાં છેલ્લા ગુરુવારથી યુદ્ધ ચાલી રહ્યું છે અને તેમાં અત્યારે પરમાણુ હુમલાનું સંકટ તોળાઈ રહ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિને અમેરિકા સહિત પશ્ચિમી દેશો સાથેના તણાવ વચ્ચે રવિવારે ન્યૂક્લિયર ડિટેરેન્ટ ફોર્સને એલર્ટ રહેવાનો આદેશ આપ્યો છે. પુતિનના આ આદેશથી દુનિયા પર પરમાણું યુદ્ધનું જોખમ વધી ગયું છે. રાષ્ટ્રપતિ પુતિનના આ નિર્ણયથી સમગ્ર દુનિયામાં તેની નિંદા થઈ રહી છે. અમેરિકા સહિત પશ્ચિમી દેશોએ રશિયા પર કડક પ્રતિબંધો લગાવવાના શરૂ કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

તો ગુજરાતના વિદ્યાર્થીઓની વાત કરીએ તો સુરતના વિદ્યાર્થીઓ -2° થી -4°માં યુક્રેન – પોલેન્ડ બોર્ડર પર અટવાયા છે. તેમના પરિવાર જનોએ ગુજ્જુરોક્સ સાથે માહિતી શેર કરી મદદ કરવા અપીલ કરી હતી, સુરતની રૂત્વી પટેલ, જેની કાનપરીયા, હસ્તી વિરાણી તથા સાથે અન્ય વિધાર્થીઓ પોલેન્ડ બોર્ડર પર અટવાયા છે તેઓ ઉક્રાઈનના ટેરનોપોલમાં રહેતા હતા અને 1st યર મેડિકલના વિદ્યાર્થીઓ છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો હતો. જો કે, ગુજ્જુરોક્સ ઉપરોક્ત તમામ વીડિયો સાચા છે કે નહિ તેની પુષ્ટિ કરતુ નથી.

Niraj Patel