લદ્દાખમાં LAC પાસે ભારતીય ગોવાળિયાઓ અને ચીની સૈનિકો વચ્ચે ઝડપ…જુઓ વીડિયો

સહેજ પણ ડર્યા વિના LAC પાસે ભારતીય ગોવાળિયાઓએ ચીની સૈનિકો સાથે કર્યો મુકાબલો, જુઓ ભિડંતનો વીડિયો

ગોવાળિયાઓએ ભૂલથી કરી LAC પાર, ચીની સૈનિકો વચ્ચે મચ્યો હડકંપ…હિંમત સાથે ગોવાળિયાઓએ ચીની સૈનિકોને ઊભી પૂંછડીએ ભગાડ્યા- જુઓ વીડિયો

ઇસ્ટર્ન લદ્દાખમાં LAC પાસે ભારતીય ગોવાળિયા અને ચીની સૈનિકો વચ્ચેની ભિડંતનો એક વીડિયો સામે આવ્યો છે. ભારતીય ગોવાળિયાઓ દ્વારા LAC પાર કરવાનો મામલો સામે આવ્યા બાદ સમગ્ર દેશમાં તેની ચર્ચા થઈ રહી છે. વાસ્તવમાં આ ગોવાળિયાઓ ફરતા ફરતા LAC પાર કરી ગયા હતા અને તેમને ચીની સૈનિકોએ રોક્યા અને પાછા જવા માટે કહ્યું.

ભારતીય ગોવાળિયાઓ અને ચીની સૈનિકો વચ્ચે ઝડપ

ચુશુલ કાઉન્સિલર કોનચોક સ્ટેનજિને સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં ચીની સૈનિક પશુપાલકોને રોકતા જોવા મળે છે. ગોવાળિયાઓ તેમની સાથે દલીલ કરી રહ્યા છે અને તે જગ્યાએથી પાછા ફરવાનો ઇનકાર કરી રહ્યા છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર તેઓ હંમેશા તેમના પશુઓને આ જગ્યાએ લઈ જાય છે. પરંતુ ચીની સૈનિકોએ આ તેમનો વિસ્તાર હોવાનો દાવો કરીને તેમને રોક્યા હતા.

ચીની સૈનિકોની ગાડી પર કર્યો પથ્થરમારો

ગામલોકોએ ચીની સૈનિકોને કહ્યું કે આ જગ્યા તેમની છે અને આ તેમનું ગોચર છે. ગ્રામજનોએ ચીની સૈનિકો સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી અને ચીની સૈનિકોની ગાડી પર પથ્થરમારો પણ કર્યો હતો. વીડિયોમાં ચીની સૈનિકો સમગ્ર ઘટનાને રેકોર્ડ કરતા જોવા મળે છે અને પશુપાલકોને પાછા જવા માટે કહે છે. ચીની સેનાના સૈનિકો અને ભારતીય ગોવાળિયાઓ વચ્ચેની અથડામણનો એક વીડિયો સામે આવ્યો છે.વીડિયોમાં ચીની સૈનિકોના બખ્તરબંધ વાહનો પણ જોઈ શકાય છે.

Shah Jina