કેનેડામાં પેહલા હર્ષનું રહસ્યમત મોત, હવે આયુષની પણ લાશ મળી, કેમ આજકાલ ગુજરાતીઓના મૃત્યુ થઇ રહ્યા છે વિદેશમાં, જાણો સમગ્ર મામલોં

ઘણીવાર વિદેશમાંથી ગુજરાતીઓ કે ભારતીયોના મોતની ઘટના સામે આવે છે. ત્યારે હાલમાં કેનેડાના બ્રેમ્પ્ટનમાં થયેલ એક ગમખ્વાર અકસ્માતમાં એક ભારતીય મહિલાનું મોત થયું હોવાનું સામે આવ્યુ છે. કેનેડિયન મીડિયાના રિપોર્ટ અનુસાર, શનિવારે સવારે સાત વાગ્યા આસપાસ આ અકસ્માત સર્જાયો હતો અને આમાં બે લોકો ઘાયલ થયા હતા અને સુષ્મા શ્રીપાદ નામની ભારતીય મહિલાનું મોત થયું હતું. મૃતક તેના પરિવાર સાથે કેનેડાના ઓન્ટારિયો પ્રાંતના મિસિસાગા શહેરમાં રહેતી હતી.

મૂળ કર્ણાટકની સુષ્માનું કેનેડામાં અકસ્માતમાં મોત:

મૂળ કર્ણાટકની સુષ્મા 37 વર્ષની હતી અને તેને બે દીકરી પણ છે, જેમાં મોટી દીકરી પાંચ વર્ષની અને નાની દીકરી માત્ર 11 મહિનાની છે. ત્યાપે હવે સુષ્માના મોત બાદ બંને નાની દીકરીઓ પરથી માતાની છત્રછાયા ઉઠી ગઇ છે. સુષ્મા જે કારમાં સવાર હતી તેની બીજી એક કાર સાથે ટક્કર થઈ અને આ અકસ્માતમાં જે બે લોકો ઘાયલ થયા તેમાંથી એકની હાલત ગંભીર છે. લોકલ રિપોર્ટ્સ અનુસાર, સુષ્માને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પણ સારવાર પહેલા જ તેનું મોત થયુ હતુ.

આ અકસ્માત કયા કારણોસર થયો અને કોનો વાંક હતો તેની હાલ તપાસ ચાલી રહી છે. પોલીસ એ જાણવા પણ પ્રયાસ કરી રહી છે કે આ અકસ્માત ઓવર સ્પિડિંગને કારણે થયો કે પછી ખરાબ વાતાવરણને કારણે. હાલ તો આ અકસ્માતમાં જે બે લોકો ઘવાયેલા છે તેની કોઇ માહિતી જાહેર નથી થઇ. જણાવી દઇએ કે, સુષ્મા કેનેડામાં વસતા ભારતીય સમુદાયમાં એક્ટિવ હતી. કેનેડા સેટલ થયા પહેલા તે બેંગલોરમાં રહેતી હતી.

મૂળ અમદાવાદનો વિદ્યાર્થી હર્ષ પટેલ કેનેડામાં અભ્યાસ કરતો હતો અને 2 દિવસથી ગુમ થયેલ આ વિદ્યાર્થીનો આખરે તેનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. ત્યારે હવે તેનું મોત કેવી રીતે થયુ તેનું કારણ સ્પષ્ટ થઇ ચૂક્યુ છે. હર્ષ પટેલ ટોરેન્ટોની જ્યોર્જ બ્રાઉન કોલેજમાં અભ્યાસ કરતો હતો અને તેનું મોત લેક ઓન્ટારિયોમાં ડૂબી જવાથી થયું હોવાનું સામે આવ્યુ છે.

અમદાવાદના ઘાટલોડિયામાં રહેતો અને ભણવા માટે કેનેડા ગયેલ હર્ષ શુક્રવારથી ગુમ હતો અને તેની લાશ પોલીસને શનિવારે સાંજે લેક ઓન્ટારિયોમાંથી મળી આવી હતી. જો કે, હર્ષનું મોત કયા સંજોગોમાં થયું તેનું કારણ સત્તાવાર જાહેર કરવામાં નથી આવ્યુ. જણાવી દઇએ કે, હર્ષના મોતના સમાચાર મળતા જ ગુજરાતથી તેના કાકા કેનેડા પહોંચ્યા હતા.

જો કે, હર્ષની અંતિમવિધિ ગુજરાતમાં જ કરવામાં આવવાની છે અને કાયદાકીય પ્રક્રિયા પૂરી થયા બાદ તેના પાર્થિવ દેહને ભારત લાવવાની તૈયારી પણ શરૂ કરાઇ છે. જો કે, આ પ્રક્રિયામાં 12 દિવસ જેટલો સમય લાગી શકે છે. મીડિયા અહેવાલ અનુસાર, હર્ષ શુક્રવારે તેના એક મિત્રના ઘરે અસાઈન્ટમેન્ટ વર્ક માટે જવાનું કહીને નીકળ્યો હતો.

પણ શનિવાર સવાર સુધી તે પરત ન ફરતા અને તેનો ફોન પણ બંધ આવતા તેના મિત્રોએ જ પોલીસનો સંપર્ક કર્યો હતો. હર્ષ જે મિત્રના ઘરે જવા નીકળ્યો હતો તેનો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે તે તેના ઘરે ગયો જ નહોતો. ત્યારે અચાનક તેના ગુમ થતાં કેનેડામાં ભણતા ગુજરાતી વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર તેને શોધવા માટે અપીલ પણ કરી હતી. જો કે, પોલિસ શોધખોળમાં શનિવારે સાંજે હર્ષનો મૃતદેહ મળી આવતા ચકચારી મચી ગઇ.

ભાવનગરના સિદસર ગામના પટેલ પરિવારના દીકરાની લાશ કેનેડામાંથી રહસ્યમય મળી આવતા ચકચારી મચી ગઇ છે. સીદસર ગામનો આયુષ ડાખરા કેનેડાના ટોરેન્ટોમાં અભ્યાસ કરતો હતો અને તે 5મેથી ગુમ હતો. જે બાદ તેનો આજે મૃતદેહ મળી આવતા હડકંપ મચી ગયો.

આયુષ Dysp રમેશભાઇ ડાખરાનો પુત્ર 

આયુષ Dysp રમેશભાઇ ડાખરાનો પુત્ર છે. તે ટોરેન્ટોમાં આવેલ યોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો અને હવે આવી રીતે વિદેશમાં અભ્યાસ કરવા ગયેલા દીકરાના મોતના સમાચાર આવતા પરિવારમાં દુખનો માહોલ છવાયો છે. મૂળ ભાવનગર પાસેના સિદસર ગામના વતની અને હાલ પાલનપુર ખાતે ફરજ બજાવતા DySP રમેશભાઈ ડાંખરાનો 23 વર્ષીય દીકરો આયુષ કેનેડાના ટોરેન્ટોમાં અભ્યાસ કરતો હતો. તે 5 મેના રોજ અચાનક ગુમ થઈ ગયો હતો અને તે બાદ પરિવાર ચિંતિત બન્યો હતો.

Canada York University

જો કે, ગુમ થયેલ આયુષની લાશ મળી આવતા પરિવારજનો પણ શોકમગન બન્યા છે. આયુષના પિતા રમેશભાઈ DySP છે અને હાલ પાલનપુર ખાતે ફરજ બજાવી રહ્યા છે. તેઓ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે 2001થી 2014 સુધી તેમની સિક્યૉરિટીમાં હતા. ઉલ્લેખનીય છે કે, કેટલાક દિવસો પહેલા પણ કેનેડામાંથી જ દુખદ સમાચાર સામે આવ્યા હતા. ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરવાની એક ઘટનામાં 8 લોકો મોતને ભેટ્યા હતા જેમાં 4 લોકો ગુજરાતના હતા.

Hello Everyone, Another unfortunate incident has occurred in less than a month. Another dead body of a boy has been found who went missing before a couple of days. His name was Ayush.

His dead body was found in water. Cell phone is missing. Toronto police is ruling it out as a Suicide incident. Befor couple of weeks same incident occoured with a boy named Harsh Patel

Even his body was found from water and cellphone and passport were missing. Even after his dead body was found, data from his cell phone was being used on daily basis. Investigators who was appointed for Harsh’s case through Police Department went on vacation for 5 days after dead body was found.

They didn’t even caref to investigate further. When confronted regarding the daily data use of cell phone, his reaction was “OH I have no idea about it” Mister you dont have any idea because you dont care at all, you people are lazy and do not want to investigate further.

Some professionals advice to hire a private investigator and start a parallel investigation. The question is why is there need to hire a private investigator?

Is Toronto police so weak?What does this tell us? Does Toronto police even care about Brown people? This is one kind of racism against Indians. Police is clearly not doing their job properly. In recent cases surprisingly both were from Gujarat.

Dead body was found in similar condition. I urge everyone from our community to raise a voice against Police. This is a clear form of racism against Indians We are not taken seriously by police here. How will their parents ever get a closure? Will they ever know what killed their child? On one side we have so many questions and other side there is lazy Toronto police. Today its them. Tomorrow it can be anyone of us.We don’t just need closure, we need to find the cause and stop it.

YC