ભારતનો મહિન્દ્ર કુમારે પાકિસ્તાનની યુવતી સાથે કર્યા લગ્ન, સરહદો પણ ન રોકી શકી મોહબ્બતને, જુઓ ફોટોસ

Indian Boy Ties knot with Pakistani Girl : ભારત (India) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે લગભગ 2000 કિમીની સરહદ છે. તે મોટાભાગે બે દેશો વચ્ચે યુદ્ધ અને તણાવ માટે જાણીતી છે અને પ્રેમ માટે તે ભાગ્યે જ જાણીતી છે. ઘણી વખત જ્યારે પ્રેમીઓએ સરહદ પાર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ મહેબૂબાના ઘરને બદલે સીધા જેલમાં ગયા. પરંતુ હાલમાં બે લોકોના પ્રેમની કહાની સામે આવી છે, તેમના પ્રેમને તો આ સરહદ પણ ન રોકી શકી. આ કહાની છે મુંબઈના મહિન્દ્ર કુમાર અને કરાચીની સંજુગતા કુમારીની.

સરહદ પાર મોહબ્બતનો અંજામ:

આ બંનેની લવસ્ટોરી આગળ વધી અને બંનેએ પોતાના પ્રેમને લગ્નનું નામ આપ્યુ. મહિન્દ્ર કુમાર એક વકીલ છે જે સોશિયલ મીડિયા પર સંજુગતાને મળ્યા હતા. થોડા દિવસો સુધી વાત કર્યા પછી બંને પ્રેમમાં પડ્યા. આ પછી બંને પરિવારોએ એકબીજા સાથે વાત પણ કરી અને લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી. બંને પરિવાર વોટ્સએપ દ્વારા જોડાયેલા હતા. ગયા અઠવાડિયે મહિન્દ્ર તેના પરિવાર સાથે પાકિસ્તાન પહોંચ્યો અને બંનેએ સિંધના સુક્કુરમાં લગ્ન કર્યા હતા.

આખરે પ્રેમ કહાની પહોંચી લગ્ન સુધી:

સિંધી ગીતો પર ડાન્સ કરીને લોકોએ પણ આ લગ્નની મજા માણી હતી. બંને પરિવારોના સભ્યો અને સિંધના હિન્દુ સમુદાયના લોકોએ લગ્નમાં હાજરી આપી હતી. તેમના લગ્નમાં પાકિસ્તાન પીપુલ્સ પાર્ટીની અલ્પસંખ્યક વિંગના નેતા રાજકુમારે પણ હાજરી આપી હતી. મહિન્દ્રએ કહ્યું કે તે ખુશ છે કે સંજુગતાએ કોઈપણ ખચકાટ વિના તેનો પ્રસ્તાવ સ્વીકાર્યો અને લગ્ન માટે હા પાડી. સુક્કુર હિન્દુ પંચાયતના પ્રમુખે કહ્યું કે કોઈ સરહદ પ્રેમને રોકી શકતી નથી.

ઘણા પ્રેમી પંખીડાઓની કહાનીને સરહદ નડી પણ મહિન્દ્ર-સંજુગતા અલગ નીકળ્યા:

જો કે મહિન્દ્ર પહેલા ઘણા પ્રેમીઓ હતા પણ તેમનું નસીબ એટલું સારું નહોતું. જણાવી દઇએ કે, વર્ષ 2022માં પાકિસ્તાનના હૈદરાબાદથી ભારત આવી રહેલી એક યુવતી ઝડપાઈ હતી. સપ્ટેમ્બર 2022માં પાકિસ્તાનના હૈદરાબાદની રહેવાસી ઇકરા જીવાની ઓનલાઈન લુડો રમતી વખતે ભારતના એક છોકરાને મળી. આ છોકરો બેંગ્લોરમાં રહેતો હતો, જેનું નામ મુલાયમ સિંહ યાદવ હતું. ઇકરા પોતાના ઘરેથી ભાગીને દુબઈ પહોંચી અને અહીંથી તે નેપાળ ગઈ.

File Pic

બંનેના લગ્ન નેપાળમાં થયા. મુલાયમના પાડોશીઓએ પોલીસને ફરિયાદ કરી હતી કે એક મહિલા હિન્દુ ઘરમાં નમાજ અદા કરી રહી છે. બાદમાં તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને વાઘા બોર્ડર મારફતે પરત મોકલવામાં આવ્યો હતો. મુલાયમને એક વિદેશી નાગરિકને ગેરકાયદેસર રીતે લાવવા બદલ જેલમાં મોકલવામાં આવ્યા હતા.

Shah Jina