મનોરંજન

ઇન્ડિયન આઇડલ 12: નાના શહેરના પવનદીપ રાજે કરી દીધો કમાલ, પોતાના અવાજનો જાદુ ચલાવી મેળવ્યો ખિતાબ

સતત ચર્ચામાં રહેલો રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ સીઝન 12નો અંત આવી ગયો અને આ શોને એક નાના એવા શહેરમાંથી આવેલા પવનદીપ રાજને જીતી અને અવાજની દુનિયામાં પોતાનું એક આગવું નામ પણ ઉભું કરી લીધું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે ઇન્ડિયન આઇડલ જીતવા ઉપર તેને 25 લાખની પ્રાઈઝ મની સાથે એક ચમચમાતી કાર પણ મળી હતી.

ઇન્ડિયન આઇડલ જીત્યા બાદ પવનદીપે ઇન્ટરવ્યૂ આપ્યું. જેમાં તેને જણાવ્યું કે ટ્રોફી જીત્યા બાદ તેની માતાનું કેવું રહ્યું રિએક્શન અને તે આ જીતેલા પ્રાઈઝની રકમ શું કરવાનો છે ? આ શોની અંદર અરુણિતા કાનજીલાલ બીજી રનરઅપ રહી તો  સાયલી કામ્બલે ત્રીજા નંબર ઉપર રહી હતી.

મીડિયા સાથે ઇન્ટરવ્યૂમાં પવનદીપે જણાવ્યુ કે, “ફાઇનલ મોમેન્ટ ઉપર મેં વધારે નહોતું વિચાર્યું. મારા દિમાગમાં બસ એક જ વાત ચાલી રહી હતી. જે જે પણ શો જીતશે, ટ્રોફી કોઈ એક દોસ્તને જ મળવાની છે. કારણ કે આપણા બધા એક મોટો પરિવાર છે. હકીકતમાં જયારે ટ્રોફી મને મળી ત્યારે મને એટલું ગ્રેટ ફીલ નહોતું થયું.  કારણ કે અમે બધા હકદાર હતા. અમે બધાએ ભવિષ્યમાં એક સાથે કામ કરવાનું પ્લાનિંગ કર્યું છે અને અમે શો બાદ પણ એકબીજાના ટચમાં રહીશું.”

છેલ્લી ક્ષણો વિશે વાત કરતા તેને જણાવ્યું હતું કે, “મારો પરિવાર ત્યાં હાજર હતો, મારા કેટલાક મિત્રો પણ આવ્યા હતા. બધા જ ખુશ અને એક્સાઈટેડ હતા. જયારે મેં ટ્રોફી હાથમાં લીધી ત્યારે મારી મા રડવા લાગી.”

પોતાના જીતેલા પૈસાના ઉપયોગ કરવા ઉપર તેને જણાવ્યું હતું કે, “હું ઉત્તરાખંડનો છું અને હાલમાં ત્યાં સ્થિતિ ઠીક નથી. જેના કારણે હું કંઈક કરવા માંગુ છું. હું ત્યાં બાળકો માટે એક મ્યુઝિકલ સ્કૂલ પણ ખોલવા માંગુ છું. જેનેઅ કારણે ટેલેન્ટેડ કિડ્સને યોગ્ય માર્ગદર્શન મળી શકે.”

પોતાની સફર અંગે પવનદીપે કહ્યું- ‘જ્યારે હું પ્રથમ વખત ઓડિશન માટે આવ્યો ત્યારે મને ડર લાગ્યો કે મારી પસંદગી થશે કે નહીં. મને કોઈ આશા નહોતી કારણ કે સવાઈ ભટ્ટે મારી સમક્ષ ગાયું હતું. તે એક તેજસ્વી ગાયક છે. જ્યારે હું સિલેક્ટ થયો ત્યારે મને ખૂબ આશ્ચર્ય થયું.